________________
પટ
અને તે છે અને પી જવી. એઠવાડમાં અન્ન જવાથી ખૂબ ગંદવાડ થાય છે. અને તેમાં જીવની ઉત્પત્તિ થાય છે.
(૧૩) જેમાં ઘણી હિંસા થતી હોય તેવા ધંધા કરવા નહિ.
(૧૪) મનુષ્ય પ્રત્યે રહેમ નજર રાખવી અને તેમને બેટી રીતે સતાવવા નહિ.
(૧૫) ભૂખ્યાને અન્ન દેવું, તરસ્યાને પાણી પાવું, આશ્રય રહિતને આશ્રય આપ, ઔષધાદિકની જરૂરવાળાને ઔષધાદિ આપવા.
(૧૬) આફતમાં આવી પડેલાને શક્ય મદદ કરવી.
(૧૭) અશકત તેમજ નિરાધાર પશુ-પક્ષીઓની રક્ષા કરવી. તે માટે પાંજરાપોળે બાંધવી તથા પરબડીઓ ઉભી કરવી.
(૧૮) ભૂખ્યા તરસ્યાં પશુને અન્ન પાણું દેવાં.
(૧૯) રસ્તામાં કીડી મંડા ઉભરાતા હોય તો તેમને પૂજ@થી ડબા વગેરેમાં લઇ લેવા અને એકાંતમાં મૂકી આવવા.
(૨૦) જૂ-લીખ મારવી નહિ. (૨૧) ચાંચડ, મચ્છર, વાંદા, તીડ, અને ઊંદર મારવા નહિ. (૨૨) સાપ-વીંછીને પણ મારવા નહિં.
(૨૩) પશુઓને શિકાર કરે નહિ કે જાળ નાખીને માછલી પકડવાં નહિ.
(૨૪) જે જે કામમાં નિર્દયતા દેખાતી હોય તેનાથી સદંતર દૂર રહેવું.