________________
પરોણામાં આર બેસીને તેને ઉપયોગ કરે નહિ. .
(૨) કોઈપણ પ્રાણીને ગાઢ બંધનથી બાંધવું નહિ.
(૩) કેઈપણ પ્રાણુના અંગોપાંગ છેદવા નહિ, એટલે કે તેમના કાન વગેરે કાપવા નહિ, તેમની ખસી કરવી નહિ, કે તેમને ડમ વગેરે દેવા નહિ.
(૪) કોઈપણ પ્રાણી પર ગજા ઉપરાંત બે લાદ નહિ કે તેમની પાસેથી જે વાહન ખેંચાવવામાં આવતું હોય તેમાં વધારે પડતા ભાર ભર નહિ.
(૫) પ્રાણીઓને ભૂખ્યા તરસ્યાં રાખવાં નહિ, એટલે તેમને ખવડાવવાને કે પાણી પીવડાવવાનો સમય થયો હોય તો તેમાં કાર્યવસાત્ અંતરાય નાખ નહિ.
જેમણે શ્રાવકનાં બાર તો ગ્રહણ કર્યા નથી, પણ જેઓ જૈિન ધર્મમાં શ્રદ્ધાન્વિત છે અને તેના સંરકારમાં ઉછર્યા છે, તેઓ અહિંસા ધર્મને આચારમાં મૂકવા માટે ઉપરના પાંચ નિયમ ઉપરાંત નીચેના નિયમોનું પણ પાલન કરે છે.
(૧) કોઈપણ પ્રકારનો માંસાહાર કર નહિ, કારણ કે નિર્દોષ પશુ-પ્રાણીઓની કતલ કર્યા વિના માંસની ઉત્પત્તિ થતી નથી. તેમજ પ્રાણીના મરણ પછી તરત જ માંસમાં સમ્મર્ણિમ જીવોની ઉત્પત્તિ થાય છે. અહીં એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે માછલી તથા ઈડાનો ઉપાય કરે એ પણ એક પ્રકારનો માંસાહાર જ છે.
(૨) જે વનસ્પતિ અનંતકાય છે એટલે કે જેમાં એક શરીરમાં અનંત જીવે છે, તેને ઉપયોગ કરે નહિ. જન શાસ્ત્રોમાં ૩૨ અનંતકાય પ્રસિદ્ધ છે, તે નીચે મુજબ : (૧) સર્વ પ્રકારનાં કદ, સુર વગેરે, (ર) વજ કંદ, (૩) લીલી હળદળ, (૪) લીલું આદુ,