________________
૫૫
ઉત્તર એ છે કે “ગૃહસ્થ જે કંઈ વસ્તુ કે આહાર પાણી તૈયાર કરે છે, તે પિતાને નિમિત્તે જ કરે છે, એટલે તેમાં થતી હિંસાનો દેષ તેમને જ લાગે છે, પણ તેમાંથી અતિથિરૂપે ડું ગ્રહણ કરનાર સાધુઓને લાગતો નથી. એ સ્થળે જે ગૃહસ્થ સાધુઓને ઉદ્દેશીને જ અમુક વસ્તુ કે આહાર પાણી તૈયાર કર્યા હોય અને સાધુઓ તે જાણવા છતાં તેને ગ્રહણ કરે તો એ હિંસાના જરૂર ભાગીદાર થાય, પણ તેમને શિક ભિક્ષા ગ્રહણ કરવાની સ્પષ્ટ મનાઈ છે. એટલે તેઓ એવી ઔદેશિક ભિક્ષા ગ્રહણ કરતા નથી.
ગૃહસ્થ શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કરે છે. તેમાં પણ પહેલું વ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ નામનું હોય છે. એટલે ગૃહસ્થાએ પણ ધર્માચરણ નિમિત્તે અહિંસાના સિદ્ધાંતને જીવનમાં બને તેટલે ઉતારવાને છે.
આ વ્રતનું પાલન કરવા માટે તેઓ કોઈપણ નિરપરાધી ત્રસ જીવની સંકલ્પ પૂર્વક નિરપેક્ષ હિંસા કરતા નથી અને બાકીના છની જયણું કરે છે, આ વાક્યને યથાર્થ સમજવા માટે થોડું વિવેચન જરૂરી છે.
આ જગતમાં બે પ્રકારના છ છે, એક ત્રસ અને બીજા સ્થાવર. તેમાં વ્રતધારી ગૃહસ્થને ત્રસ જીવેની હિંસાનો ત્યાગ હોય છે. અને સ્થાવર જીવોની જયણું હોય છે. જયણું એટલે જીવહિંસામાંથી બચવાને શક્ય પ્રયત્ન,
ત્રસ જીવોની હિંસા બે પ્રકારે થાય છે. એક સંક૯૫થી એટલે હિંસા કરવાની બુદ્ધિથી થાય છે અને બીજી આરંભથી, એટલે જીવન નિર્વાહ માટે ન છૂટકે કરવી પડે તે. ખેતી, રસોઇ વગેરેમાં આ પ્રકારની હિંસા હોય છે. તેમાંથી વ્રતધારીઓને સંકલ્પ પૂર્વક હિંસા કરવાનો ત્યાગ હોય છે. અને આરંભની જયણું હોય છે.