________________
વસ્ત્ર અને આહાર પાણીની જરૂર પડે તે બીજી કોઈ રીતે નહિ પણ નિર્દોષ ભિક્ષાથી જ મેળવી લે છે, એટલે તેમને અહિંસાધર્મ બરાબર સચવાઈ રહે છે. ,
અહીં કોઈને પ્રશ્ન થાય કે આ રીતે સાધુઓ પિતાને જોઈતી બધી વસ્તુઓ ગૃહસ્થોના ઘરમાંથી ભિક્ષા દ્વારા મેળવે તે તેમને તંગી પડે નહિ? તકલીફ થાય કે નહિ? અને તંગી પડે કે તકલીફ થાય તે અહિંસાને સિદ્ધાંત ટકે ખરો ? એને ઉત્તર એ છે કે
આ સાધુઓ કોઈના પર બળજબરી કરતા નથી કે તેમની વસ્તુઓ ઝુંટવીને લેતા નથી, પણ તેઓ સદ્ભાવ પૂર્વક જે કંઈ વહોરાવે તે જ ગ્રહણ કરે છે, અને તેમાં પણ તેને તંગી ન પડે તકલીફ ન થાય તેની ખાસ સાવધાની રાખે છે. દાખલા તરીકે પાંચ માણસનું કુટુંબ હોય અને તેઓએ પોતાને માટે ૩૫-૪૦ રોટલી કરી હોય , તે તેમાંથી માત્ર ૧ કે ૨ જ ગ્રહણ કરે છે. પણ તેથી વિશેષ ગ્રહણ કરતા નથી. સાધુઓની ભિક્ષા કરવાની રીતિને માધુકરી કે ગોચરી કહેવામાં આવે છે, તેનું કારણ પણ સમજવા જેવું છે. મધુકર જેમ જુદાં જુદાં પુષ્પમાંથી રસ ચૂસે છે પણ પુષ્પને કંઈ કીલામણું એટલે પીડા કરતા નથી. તેમ સાધુપુરૂષો જુદાં જુદાં ગૃહમાંથી ભિક્ષા મેળવે છે, પણ તેમને કંઈ ત્રાસ આપતા નથી. વળી ગાય જેમ થોડું ઘાસ અહીંથી ચરે છે, થોડું ઘાસ ત્યાંથી ચરે છે અને પિતાને નિર્વાહ કરે છે. પણ એક જ સ્થળેથી બધું ખાઈ જતી નથી, સાધુઓ ઘેડું આ ઘરમાંથી મેળવે છે.
હું બીજા ઘરમાંથી મેળવે છે અને એ રીતે પોતાનો નિર્વાહ કરે છે, પણ એક જ ઘરમાંથી જોઈતું બધું મેળવતા નથી. ' '
અહીં એક વિશેષ પ્રશ્ન થવાનો સંભવ છે કે ગૃહસ્થો જે વસ્તુ કે આહાર પાણું તૈયાર કરે છે, તેમાં અમુક હિંસા તે થાય
જ છે, એટલે જે સાધુઓ ગૃહસ્થને ત્યાંથી ભિક્ષા દ્વારા બધી વસ્તુઓ મેળવે છે, તેમને એ હિંસાને ભાગ આવે કે નહિ? એને