________________
પ૩
દોષ સમજી એક આચાર્યશ્રીએ એ મીઠું વાપરી લીધું હતું અને તેથી સંગ્રહણના ભોગ બનવું પડ્યું, તેની પરવા કરી ન હતી.
વિશેષમાં આ સાધુઓ પોતાની પાસે ઊનની મુલાયમ દશીઓથી બનેલું રજોહરણ નામનું એક ધાર્મિક ઉપકરણ નિરંતર પિતાની પાસે રાખે છે, અને તેનાથી જગાને પૂછ–પ્રમાઈને પછીજ તેનો ઉપયોગ કરે છે, અંગપર કોઈ જીવજંતુ ચડી ગયું હોય તે તેને એ રજોહરણથી દૂર કરે છે અને ખાસ પ્રજન વિના કાયાનું હલન ચલન પણ કરતા નથી. એટલું જ નહિ પણ તેમને કોઈ ગાળ દે, લાકડી કે હથીયારથી મારે યા બીજી રીતે તેમના અંગે પાંગમાં પીડા ઉપજાવે તે પણ તેને પ્રતિકાર કરવા ઈચ્છતા નથી, કારણ કે પ્રતિકાર કરવા જતાં સમતાને ભંગ થાય છે. અને સમતાનો ભંગ થાય તે અહિંસા ટકતી નથી. શ્રી મહા. વીર સ્વામીને સાધના કાલમાં દેવ, મનુષ્ય અને તિર્યંચ કૃત અનેક જાતના ઉપસર્ગો થયા, તે બધા તેમણે સમભાવે સહન કરી લીધા. પણ તેમાંના કેઈનો પ્રતિકાર કર્યો નહિ. એટલું જ નહિ પણ સંગમદેવ છ મહિના સુધી અનેકવિધ ઉપસર્ગો કર્યા પછી પિતાના સ્થાને પાછો ફરતો હતો ત્યારે “આ જીવનું શું થશે” એવી કરૂણતાથી તેમની આંખમાં અશ્રુ આવ્યાં હતાં. શંકાશીલ રાજવીએ બંધક નામના એક મુનિની જીવતાં ચામડી ઉતારવાને હુકમ કર્યો, અને રાજસેવકે તેનો અમલ કરવાને ઉપસ્થિત થયા પણ એ મહામુનિ જરાયે ક્ષોભ પામ્યા નહિ. રાજસેવકે તેમની ચામડી ઉતારે છે. છતાં તેઓ એક પણ કડવો શબ્દ બોલતા નથી કે મનમાં તેમનું બૂરું ઈચ્છતા નથી. મરણાંત ઉપસર્ગને તેઓ સમભાવે વેઠી લે છે અને પોતાના કર્મો ખપાવે છે. અહિંસા પાલનમાં આવાં ઉત્કૃષ્ટ દૃષ્ટાંત અન્યત્ર જોવા મળે છે ખરા ?
અહિંસાને વરેલા આ સાધુઓ પોતાનો જીવન નિર્વાહ શી રીતે કરતા હશે? “એનો ઉત્તર એ છે કે જીવન નિર્વાહ માટે સ્થાન