________________
૪૯
અહી એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે આજે જડવાડ કે ભૌતિકવાદને પણ વિજ્ઞાનનું ઉપનામ આપવામાં આવે છે, પણ તે તે સાચા અર્થમાં વિજ્ઞાન નથી, સાચું વિજ્ઞાન તા તેને જ કહેવાય કે જેમાં કુલ સ્વરૂપે સર્વત્ર શાંતિને પ્રચાર થાય અને સહુ કાંઇ રવતંત્રતાથી પેાતાનું અભીષ્ટ સાધી શકે. પણ આ વિજ્ઞાનનાં પરિણામે તેથી ઉલ્ટા જ આવ્યાં છે. તેના ફલ સ્વરૂપે સ્વા, પ્રપંચ અને નિર્દયતાનું પ્રમાણ અનેકગણું વધી ગયુ' છે અને તેથી સસંહારક યુદ્ધની ભેરીઓ ગડગડતી જ રહી છે. આગળના જમાનામાં સરખે સરખા યુદ્ધ કરી લેતા અને ભારત જેવા નીતિપ્રધાન કે ધર્મ પરાયણ દેશમાં તે કાઇ સૂતા હાય, ગાફેલ હાય કે શસ્ત્ર રહિત હોય તેા તેના પર ઘા કરવામાં હિણપત માનવામાં આવતી. પણ આધુનિક વિજ્ઞાનના પુરસ્કર્તાએ તે અણુત્રામ્બ કે હાડ્રોજન એમ્બ ફેકીને સૂતેલાઓને, ગાફેલને, શસ્ત્ર રહિતને, તેમજ બાળકાને, યુટ્ઠાઓને, સ્ત્રીઓને, બિમારાને, અશકતાને, અરે ! અરે ! નિર્દોષ એવા પશુપ ́ખીએને પણ એક સામટા રેસી નાખતાં જરાયે નાનમ અનુભવતા નથી. આ સામે જગતના એક સહૃદય બુદ્ધિશાળી વગે ભયંકર પાકાર પાડયા છે. અને યુદ્ધ સામગ્રીના વધારાથી કદાપિ પણ જગતમાં શાંતિ સ્થાપવાની નથી એવી જાહેરાત કરી છે, પણ હિંસક શસ્ત્રોનાં બળ પર મુસ્તાક બર્મીલી જડવાદીઓની જમાત એને જરાયે મચક આપતી નથી. પરિણામે આજે સારાયે વિશ્વમાં મૃત્યુને ભય વ્યાપક બન્યા છે અને તેનાથી સહુના જીવનમાં એક પ્રકારની અસ્થિરતા આવી ગઈ છે. આવુ અત્યંત અનિષ્ટ પરિણામ લાવનારને વિજ્ઞાન કેમ કહી શકાય ?
બીજી બાજુ અહિંસાનું પાલન કરવાથી ગામ ગામ વચ્ચેના પ્રાંત પ્રાંત વચ્ચેના, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના કજિયા ટળે છે, પરસ્પરને સમજવાની સદ્ભાવના પેદા થાય છે અને કાઇનું ક્રાઇ પ્રકારે અનિષ્ટ ન થાય તેની તકેદારી આવે છે. તેથી સર્વત્ર શાંતિને