________________
-
૪૭
પુત્ર અદિને યજ્ઞમાં કેમ હોતા નથી કે તે નિશ્ચયથી રવર્ગમાં જાય?
તાત્પર્ય કે યજ્ઞ નિમિત્તે હિંસા કરવી એ અજ્ઞાનમૂલક છે અને તે પણ બીજી હિંસા જેટલી જ ભયંકર અને કડવાં ફળ આપનારી છે. આ જ કારણે ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ હિંસક યજ્ઞોની નિષ્ફળતા પકારી હતી અને ભાવ યજ્ઞ વડે આત્માને શુદ્ધ કરવાની હાકલ કરી હતી.
કેટલાક મનુ કાવી–મહાકાળી આદિ દેવીઓને પ્રસન્ન કરવા માટે કુકડા, બકરા કે પાડાનું બલિદાન આપે છે, પણ તેઓ એ વસ્તુનો વિચાર કરતા નથી કે જે જગદંબા છે–જગતની માતા છે, તે પિતાના જ મારા બાળકોના બલિદાનથી કેમ પ્રસન્ન થાય? અને જે તે એવી રીતે જ પ્રસન્ન થતી હોય તો તે જગદંબા કે જગતની માતા શાની ? એટલે માતાને પ્રસન્ન કરવા માટે મૂંગા નિર્દોષ પ્રાણીઓનું બલિદાન આપવું, એ પણ અજ્ઞાન ચેષ્ટા જ છે અને તેનું ફળ દુગતિ છે.
કેટલાક મનુષ્યો શિકારના શોખથી પ્રાણીઓની હિંસા કરે છે, તે પણ એટલું જ અનુચિત છે. આપણું શોખની ખાતર એક નિર્દોષ પ્રાણીનો સંહાર કરવાનો આપણને શું અધિકાર છે? આપણને જીવવું ગમે છે અને તેમને જીવવું ગમતું નથી ? તો પછી હળાહળ અન્યાયને આચરવાનો અર્થ શું ? એક કવિએ ઠીકજ કહ્યું છે કેघसन्त्यरण्येषु चरन्ति दुर्वा, पिबन्ति तोयान्यपरिग्रहाणि । तथापि वध्या हरिणा नराणां, केा लेोकमाराधयितु समर्थः?।।
જેઓ અરણ્યમાં રહે છે, ઘાસ (પત્ર, ફળ, ફૂલ વગેરે વનસ્પતિ) ખાય છે અને બીજાએ નહિ ગ્રહણ કરેલું પાણી પીએ છે, તે હરણને (અને તેના જેવા બીજા નિર્દોષ પ્રાણીઓનો) મનુષ્ય શિકાર કરે છે. અહો ! આવા અન્યાયી લોકોને કોણ સમજાવી શકે.