________________
સૂક્ષ્મ છે. (ઉપરથી એક આકારવાળા દેખાવા છતાં સર્વનું પૃથફ પૃથફ અસ્તિત્વ છે ઉકત પાંચ સ્થાવરકાય ઉપરાંત અંડજ, જરાયુજ
દજ અને રસજ એવા પ્રાણીઓ પણ છે. એ છ વડૂજીવનિકાય કહેવાય છે. સંસારમાં જેટલા પણ છવો છે, તે સર્વને સમાવેશ આ પનિકાયમાં થઈ જાય છે.
બુદ્ધિમાન પુરુષ ઉકત પદ્દનિકાયનું સર્વ પ્રકારે સમ્યફ જ્ઞાન પ્રાપ્ત કરે અને સર્વ જીવો દુઃખથી ગભરાય છે, એમ જાણીને તેને દુઃખ દે નહિ.”
“જે મનુષ્ય પ્રાણીઓની સ્વયંહિંસા કરે છે, બીજાની પાસે હિંસા કરાવે છે અને હિંસા કરનારને ઉત્તેજન આપે છે, તે સંસારમાં પોતાને માટે વૈરની વૃદ્ધિ કરે છે.”
“કઈ પણ પ્રાણીની હિંસા કરવી એ પોતાના આત્માની જ હિંસા છે અને કોઈ પણ પ્રાણી પર દયા કરવી એ પોતાના આત્માની જ દયા છે. તેથી આત્માથી પુરૂષોએ સર્વ પ્રકારની હિંસાને ત્યાગ કરે.”
માત્ર જટાવધારવાથી, ભસ્મ ચેળવાથી કે અમુક જાતનાં વસ્ત્રો ધારણ કરવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, પરંતુ જેનું ચિત્ત સર્વ પ્રાણીઓ પ્રત્યે કરુણાથી આઈ થયેલું હોય છે, તેને જ આત્મજ્ઞાન થાય છે અને તેને જ મોક્ષ થાય છે.”
કેટલાક મનુષ્યો એમ માને છે કે યજ્ઞ નિમિરો હિંસા કરવાથી સ્વર્ગે જવાય છે. તેમને એમ પૂછી શકાય કે જે યજ્ઞ સ્તંભ છેદીને, પશુઓને હણીને તથા લેહીને કાદવ કરીને સ્વર્ગે જવાનું હોય તે નરકમાં કોણ જશે?
અથવા એમ કહેવાતું હોય કે યજ્ઞમાં હણેલાં પ્રાણીઓ સ્વર્ગે જાય છે. તે યજ્ઞ કરનારાઓ પોતાના માતા, પિતા, પત્ની