________________
પ્રકરણ ત્રીજું અહિંસા
જગતમાં પાપનો જે પ્રવાહ વહી રહ્યો છે, તેમાં હિંસા મુખ્ય છે. જૈન શાસ્ત્રોમાં તેને માટે પ્રાણાતિપાત શબ્દને પ્રયોગ કરવામાં આવ્યો છે, કારણ કે તેમાં કોઈને કોઈ પ્રાણુને અતિપાત એટલે નાશ જરૂર હોય છે. અહીં એ જાણવું જરૂરનું છે કે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયો. મને બળ, વચનબળ અને કાયબળ એ ત્રણ બળા, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશને પ્રાણ કહેવામાં આવે છે, એટલે કેાઈ પ્રાણનાં અંગોપાંગ છેડવા કે તેમાં પીડા ઉપજાવવી, તેનું મનોબળ, વચનબળ કે કાયબળ હણાય તેવા કોઈ પણ પ્રયોગ કરવા, તેને શ્વાસોચ્છવાસ રૂંધ કે તેના આયુષ્યનો અંત લાવ એ પ્રાણાનિપાત છે, હિંસા છે.
જૈન શાસ્ત્રકારોએ હિંસાને માટે પ્રાણવધ, ઘાના, પારણા વિરાધના, પરિતાપ આદિ શબ્દોનો પ્રયોગ પણ કરે છે, કારણ કે તેમાં વધ, ઘાત, મારવાની ક્રિયા, વિરાધવાની ક્રિયા કે દુ:ખ ઉપજાવવાની ક્રિયા મુખ્ય હોય છે. વળી આ ક્રિયા મુખ્યત્વે અસંયમથી જ બને છે, એટલે તેને અસંયમ પણ કહ્યો છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં તેનાં ૩૦ નામે આપેલાં છે.
જૈન મહર્ષિઓ કહે છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને બીજ સહિત તૃણ વૃક્ષ આદિ વનસ્પતિકાય, એ સર્વ જીવો અતિ