________________
૪૩
બારે ભાવનાનો હેતુ સમજાવવામાં આવ્યો છે. પરંતુ અહીં એટલું સ્પષ્ટ કરવું આવશ્યક છે કે કાર્યોત્સર્ગમાં ઊભા રહીને સૂત્ર તથા અર્થનું જે ચિંતન કરવાનું છે કે ધર્મધ્યાનમાં જે સ્થિર થવાનું છે, તેને સર્વસાર આ બાર ભાવનાઓમાં આવી જાય છે, તેથી કાયોત્સર્ગ કરીને પ્રાયઃ તેનો જ આશ્રય લેવામાં આવે છે. આ ભાવનાઓના બળથી ઘણા વેગસાધકે શુકલધ્યાન પર આરૂઢ થયા છે અને પોતાના કર્મો ખપાવી સર્વજ્ઞતા તથા મોક્ષના અધિકારી બન્યા છે, એટલે જૈન યોગસાધનામાં તેની ભારે પ્રતિષ્ઠા છે.
અહીં એ નોંધ કરવી પણ ઉચિત ગણશે કે જૈન શાસ્ત્રોએ આ બાર ભાવનાની જેમ મંત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓને પણ ભાવશુદ્ધિ નિમિત્તે સ્વીકાર કરેલો છે અને તેનું સમ્યક્ પ્રકારે સેવન કરવાનો આદેશ આપેલો છે. શ્રી હેમચંદ્રાચાર્યું તો સમભાવનું સંધાન કરવા માટે આ ચારે ભાવનાઓને રસાયણ તુલ્ય કહેલી છે.
તાત્પર્ય કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણાથી જેમ ધ્યાન સિદ્ધિ સુધી પહોંચી શકાય છે, તેમ ઉચ્ચ પ્રકારના ચારિત્રરૂપ આપ્યાત્મથી અને ઉત્તમ વિચારરૂપ ભાવનાથી પણ ધ્યાનસિદ્ધિ સુધી પહોંચી શકાય છે, એટલે કેઈએ અમુક સાધનથી જ સિદ્ધિ થાય એ આગ્રહ કરવા જેવું નથી. ધ્યાન:
ધ્યાનસિદ્ધિ અંગે વિવેચન કરતાં જૈન મહર્ષિઓ જણાવે છે કે મનની ત્રણ અવસ્થા છે. કાંતો તે જુદા જુદા વિષયોમાં ભટકતું હોય છે, કાં તે એક વિષયને ધારાબદ્ધ વિચાર કરતું હોય છે, કાતે તે એક વિષય પર એકાગ્ર થયેલું હોય છે. આમાંથી પ્રથમ અવસ્થાને ચિંતા કહે છે, બીજી અવસ્થાને ભાવના કે અનુપ્રેક્ષા કહે છે અને ત્રીજી અવસ્થાને ધ્યાન કહે છે. એમાં વિશેષ સમજવાનું એટલું છે કે જ્યારે આવી રીતે કોઈપણ એક વિષય પર મનની એકાગ્રતા એક અંતર્મુહૂર્તી એટલે બે ઘડી કે અડતાલીસ મીનીટ