________________
સુધી થાય ત્યારે ધ્યાનસિદ્ધિ થઈ ગણાય છે. પરંતુ આ વાત છદ્મ એટલે જેઓ જ્ઞાનાવરણયાદિ કર્મના આવરણ નીચે હોવાથી હજી સુધી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શક્યા નથી તેમને અનુલક્ષીને સમજવાની છે, બાકી કેવળજ્ઞાનીને તો વૃત્તિ વિકલ્પરહિત અનાસંગ દશા અને સર્વ પ્રત્યક્ષ યોગનિરોધ એજ ધ્યાન હોય છે કે જેનું વર્ણન શુકલધ્યાનના ભેદ વર્ણવતાં કહી ગયા છીએ.
અહીં પ્રાસંગિક જૈનમહર્ષિઓના એ મતની પણ નોંધ કરી લઈએ કે જેઓના શરીરને બાંધે અતિ ઉત્તમ કોટિને હોય તેઓ જ આ પ્રકારની ધ્યાનસિદ્ધિ કરી શકે છે. સમાધિઃ
ધ્યાનનું ફળ સમતા છે અને તેથી વૃત્તિને સક્ષય થાય છે, એટલે તેનાથી સમાધિનો લાભ થવા બાબતમાં કંઈ સંદેહ નથી. ગના પ્રકારઃ
વૈદિક મતવાળાઓએ યુગના મંત્રોગ, હઠયોગ, લયયાગ અને રાજગ એ ચાર પ્રકાર માન્યા છે. તેમાં જૈનોની યોગસાધના સાથે રાજયોગ સામ્ય ધરાવે છે, વળી વૈદિક મતવાળાઓએ પ્રકારાંતરે યોગના ભકિતયોગ, જ્ઞાનયોગ તથા કાગ એવા ત્રણ પ્રકારો પણ માન્યા છે, કારણ કે તેમાં ભક્તિ કે શ્રદ્ધાની પ્રધાનતા છે; સમ્ય જ્ઞાન એ જ્ઞાનાગ છે, કારણ કે તેમાં જ્ઞાનની પ્રધાનતા છે અને સમ્યફચારિત્ર એ કર્મયોગ છે, કારણ કે તેમાં ચારિત્ર કે કર્મ (ક્રિયા)ની પ્રધાનતા છે.
આ પ્રકરણ પૂરું કરતાં પહેલાં એ સ્પષ્ટતા કરવી યોગ્ય લેખાશે કે ગૃહસ્થ આ યોગ ની સાધના અમુક પ્રમાણમાં કરી શકે છે, પણ તે માટે સમ્યકત્વપૂર્વક શ્રાવકના બાર વ્રત ધારણ કરવાં આવસ્યક છે કે જેના ઉલેખ પ્રથમ ભાગના આઠમા પ્રકરણમાં કરવામાં આવ્યો છે. આ વ્રતોમાં એવી સામગ્રી રહેલી છે કે તે વ્રતધારીને ઉપર્યુક્ત યે ગસાધનાની અભિમુખ કરે છે અને તેની અમુક અંશે તાલીમ આપે છે.