________________
૩૦
એક આસને લાંબા વખત સુધી સ્થિર બેસી શકાય ત્યારે આસન સિદ્ધિ થઈ ગણાય છે. આસનસિધિથી થતા લાભો
પતંજલિ મુનિએ ગદર્શનમાં આસનસિદ્ધિનો લાભ જણવતાં કહ્યું છે કે તા તૂાનમિuraઃT (સાધનપાદ સૂત્ર ૪૮) તે તે આસનનો જય કરવાથી સાધક યેગી શિષ્ણાદિ કંઠો વડે અભિભવ પામતું નથી. તાત્પર્ય કે આસનસિદ્ધ યોગીને શતઉષ્ણ તથા સુધાતૃષાદિ ઠંધો પીડા પમાડી શકતા નથી.
જૈન શાસ્ત્રોમાં કહ્યું છે કે “કાયોત્સર્ગમાં એકાગ્ર થનારના દેહની જડતા નાશ પામે છે અને મતિની શુદ્ધિ થાય છે. તેનામાં સુખ દુઃખ સહન કરવાની શક્તિ આવે છે, તે સુક્ષ્મચિંતન કરી શકે છે. પ્રાણાયામઃ
અહીંથી આગળ વધતાં પાઠકેને એ પ્રશ્ન થવાનો સંભવ છે કે પતંજલિમુનિ આદિ અન્ય યોગ વિશારદોએ આસન પછી પ્રાણાયામ અને પ્રત્યાહારને મૂક્યા છે અને જેન યોગસાધનામાં
-રસ્થાન પછી સીધી સુત્રાર્થચિંતનને ક્રમ બતાવ્યું છે, તેનું કારણ શું ? તેને ઉત્તર શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના છઠ્ઠા પ્રકાશમાં આ પ્રમાણે આપ્યો છેઃतन्नाप्नोति मनः स्वास्थ्य प्राणायामः कदथितम् । प्राणस्यायमने पीडा, तस्यां स्याच्चित्तविप्लवः ॥४॥
પ્રાણવાયુના નિગ્રહથી કદર્થના પામેલું મન સ્વસ્થતા પામતું નથી, કેમકે પ્રાણવાયુનો નિગ્રહ કરતાં શરીરને પીડા થાય છે. અને શરીરમાં પીડા થવાથી મનમાં સંક્ષોભ થાય છે. વળી પૂરક, કુંભક અને રેચક કરવામાં પરિશ્રમ પડે છે, તેથી મનમાં સંકલેશ થાય છે * આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૪૬૨,