________________
ત્યારે અમુક અંશે વિરત હેય છે અને બાકીના અંશમાં અવિરત હોય છે. આ ગુણસ્થાનને દેશવિરતિ (અમુક અંશે હિંસાદિ પાપની ભૂલથી વિરતિ ધારણ કરનાર), સંયતાસંયત (અમુક અંશે સંયત અને અમુક અંશે અસંયત) કે વતાવતી (અમુક અંશે વ્રતી ને અમુક અંશે અત્રતી) પણ કહેવામાં આવે છે. વ્રતધારી શ્રાવકે આ ગુણસ્થાને છે.
છઠ્ઠા ગુણસ્થાનને પ્રમત્ત સંયત ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે અહીં રહેલે આત્મા વિરતાવિરત ગુણસ્થાનમાંથી આગળ વધીને સર્વવિરતિવાળો એટલે સાધુ બને છે, પણ અમુક અંશે પ્રમાદયુકત હોય છે. અહીં પ્રમાદને અર્થ વિસ્મરણ–બ્રાતિ વગેરે સમજવાને છે.
સાતમા ગુણસ્થાનને અપ્રમત્ત-સંયત-ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે આ ગુણસ્થાને રહેલે આત્મા સંયત પણ હેય છે. અને અપ્રમત્ત પણ હોય છે. અહીં એ સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે આ ગુણસ્થાનમાં રહેલે આત્મા જરા પણ પ્રમાદવાળા થયે કે તે છઠ્ઠા ગુણસ્થાને આવી પહોંચે છે અને પ્રમાદ રહિત થયે કે પાછે સાતમા ગુણસ્થાને આવી જાય છે. આવું પરિવર્તન સામાન્ય રીતે લાંબે કાળ ચાલ્યા કરે છે.
આઠમા ગુણસ્થાનને નિવૃત્તિ બાદર ગુણરથાન કહેવામાં આવે છે. અહીં નિવૃત્તિ શબ્દ વ્યાવૃત્તિ એટલે અધ્યવસાયની તરતમતા અને બાદર શબ્દ સ્થૂલ કષાયના અર્થમાં છે, એટલે અપ્રમત્તાવસ્થામાં રહેલે સર્વવિરતિ આત્મા જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયોના (મલિન આત્મિક ભાવના) ભૂલ સ્વશપને અમુક અંશે ત્યાગ કરે છે, ત્યારે આ ગુણસ્થાને આવેલે