________________
ઈશ્વર પ્રણિધાન એટલે પરમાત્મા પ્રત્યે ભકિતને અતિશય. કઈ પણ પ્રકારની ફલકામના વિના તેના પ્રત્યેનું સમર્પણ. તેને પણ જૈન ધર્મમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત થયેલું છે. પ્રાતઃકાલમાં ઉઠીને પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું. પછી ષડાવશ્યક ક્રિયાના અધિકારે વીશ તીર્થકરે તથા સિદ્ધ ભગવંતેનું સ્તવન કરવું, દેવ દર્શને જવું અને ત્યાં પણ તીર્થંકર દેવાના અદ્ભૂત ગુણનું કીર્તન કરવું, તેના પ્રત્યે ભકિતનો અતિશય બતાવ અને શકય તન-મનધનથી પિતાની જાતને સમર્પિત કરવી એ ઈશ્વર પ્રણિધાન જ છે.
આ રીતે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વર પ્રણિધાન એ પાંચે નિયમોને પણ જન ગ સાધનામાં યોગ્ય સ્થાન પ્રાપ્ત થયેલું છે. યોગાભ્યાસ કયાં કરવો? - વૈદિક મતવાળા ગવિશારદે એમ માને છે કે ગાભ્યાસ માટે અમુક પ્રકારના દેશ અને સ્થાને યોગ્ય ગણાય. તે માટે શ્રી કૃષ્ણયજુર્વેદની બેતાશ્વતર ઉપનિષમાં કહ્યું છે કે સર્વે બાજુથી સમાન, પવિત્ર, કાંકરા–અગ્નિ-રેતી-કેલાહલ અને જળાશયથી રહિત, મનને અનુકૂલ, આંખને પીડા ન કરે તેવા અને અત્યંત વાયુથી રહિત ગુહાઆદિ સ્થાનમાં સાધુ પુરૂષ યોગાભ્યાસ કરે શ્રી હગપ્રદીપિકામાં કહ્યું છે કે “જે દેશનો રાજા સારા આચારવાળો હેય, જે દેશના લેકે ધાર્મિક હય, જ્યાં સુકાલ હેય અર્થાત વારંવાર દુષ્કાલ ન પડતો હોય, અને ચેર, વ્યાધ્ર તથા
* समे शुचौ शर्करावह्निवालुकाविर्जिते शब्दजलाशयादिभीः । मनोनुकूले न तु चक्षुपीडने, गुहार्निवाताश्रयेण प्रयोजयेत।
* *