________________
33
સર્પાદિને જ્યાં ઉપદ્રવ ન હોય તે દેશમાં હઠયોગીએ એકાંત ભાગમાં નાના મઠમાં સ્થિતિ કરવી અને પોતાના આસનથી ચાર હાથ પર્વત પાષાણુ, અગ્નિ અને જલ રાખવાં નહિ, (કારણ કે તેથી વાત, પિત્ત અને કફમાં વિષમતા પેદા થઈ શરીરમાં વિક્રિયા ઉપજે છે). શ્રી નંદકેશ્વર પુરાણમાં તે વિશિષ્ટ પ્રકારે ગમંદિરની રચના કરવાનું વિધાન પણ છે. પરંતુ આ બાબતમાં જૈન ધર્મનું મંતવ્ય જુદું છે, તે અહીં દર્શાવીએ છીએ.
જન ધર્મ એમ માને છે કે નિર્વાણસાધક યોગીઓએ માસાના ચાર માસ કે જેમાં જીવોની ઉત્પત્તિ વિશેષ હોય છે અને પાદવિહાર કરવાનું શક્ય હોતું નથી, ત્યારે એક સ્થળે સ્થિરતા કરવી અને શેષકાળમાં એટલે બાકીના આઠ માસ રાષ્ટ્રભરમાં વિચરતા રહેવું. એટલે તેઓ એક જ પ્રદેશના કેઈ મઠમાં કે ગુફામાં લાંબા સમય વાસ કરતા નથી, પરંતુ જ્યાં પણ વિચારે છે ત્યાં કાયોત્સર્ગાદિ સિદ્ધ કરવા માટે મકાનના એકાંત ભાગને ધર્મશાળાને, સ્મશાન ભૂમિને, વનપ્રદેશને કે પર્વતની ગુફા વગેરેનો ઉપયોગ કરે છે. વળી જન ધર્મ એમ માને છે કે વિવિધ પ્રકારના પરીષહો સહન વિના શરીર પરની મોહ-મમતા છૂટતી નથી કે મનમાં રહેલા ભાદિ દોષો દૂર થતા નથી. એટલે તે દંશમશકાદિ પરીષહ સમભાવે સહન કરી લે છે. તાત્પર્ય કે અમુક સ્થળે દંશમશકાદિને પરીષહ થશે માટે ત્યાં ન જવું એ વિચાર કરતા નથી. વળી શારીરિક અને માનસિક તિતિક્ષા કરવા માટે તેઓ અજાણ્યા પ્રદેશમાં પણ વિચારે છે, પછી ત્યાંના લોકે ભલે અધાર્મિક હોય કે ત્યાંને રાજા નાસ્તિક હોય. શ્રી મહાવીર સ્વામી ગસાધક–દશામાં રાઢના જંગલી પ્રદેશમાં વિચર્યા હતા કે જ્યાંના લેકે અત્યન્ત ક્રૂર હતા અને ધર્મની બાબતમાં કશું જ સમજતા ન હતા. વળી બીજા અનેક જનાચાર્યો એવા પ્રદેશમાં