________________
૩૬
મૂલાચારના ષડાવાધિકારમાં કહ્યું છે કે
वोसरिय बाहुजुगलो, चदुरगुल अंतरेण समपादो । सव्वंग चलणरहिओ, काउस्सग्गो विसुद्धो दु ॥ १५१ ॥
જેમાં પુરૂષ બંને હાથ લાંબા કરીને સમપાદ ઊભા રહે છે અને બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખે છે. તથા શરીરના કાઈપણ અંગને હલાવતા નથી, તે કાર્યાત્સ વિશુદ્ધ છે.
તાત્પર્ય કે કાયાત્સ કરવા દચ્છનારે બંને પગ સીધા રાખીને ઊભા રહેવું જોઇએ. તેમાં આગળના ભાગમાં ચાર આંગળ જેટલુ અને પાછળના ભાગમાં તેથી કાંઈક એછું અંતર રાખવું જોઇએ. આવી રીતે ઊભા રહેવાથી લાંબા વખત સુધી સારી રીતે ઉભા રહી શકાય છે. પછી બંને હાથેા સીધા નીચે લટકતા રાખવા જોઇએ. તે વખતે સંયમના ખાસ ઉપકરણ મુહુપત્તી અને રોહરણ જે સાધુએએ નિર ંતર પાતાની પાસે રાખવા જોએ તે અનુક્રમે જમણા અને ડાબા હાથમાં ધારણ કરવા જોઈએ. પછી દેહનું જરા પણ હલનચલન ન થાય તે રીતે સ્થિર ઉભા રહીને કાયાને ઉત્સગ કરવા જોઇએ અર્થાત્ શરીર પરનું તમામ મમત્વ છેાડી દૃષ્ટને ધર્મધ્યાનમાં મગ્ન થવુ જોએ. તે માટે જૈન શાસ્રાએ ભાર મૂકીને કહ્યું છે કે
વાલી-ચ-ડો, ના મળે સૌવિપ ય સમસળો. देहे य अपडिबद्धो, काउस्सग्गो हवइ तस्स !
શરીરને ક્રાઇ તીક્ષ્ણ ધારવાળા વાંસલાથી છેદી નાખે તેના પર અત્યંત શીતલતાદાયક એવા ચંદનના લેપ કરે, અથવા જીવન ટકે કે તેના જલ્દી અંત આવે છતાં જે દેહભાવનાથી ખરડાય નહિ અને મનને બરાબર સમભાવમાં રાખે તેને કાયાત્સ સિદ્ધ થાય છે.