________________
ઉત્કૃષ્ટ સાધના તે ચારિત્રવંતને જ હેય. એને સ્પષ્ટ અર્થ એ છે કે જેમણે પાંચ મહાવ્રતો અને છઠ્ઠ રાત્રિભોજન વિરમણ વ્રત અંગીકાર કરેલું હોય તથા જેઓ ચારિત્ર નિર્માણ માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરતા હોય, તેમજ ક્ષમા આદિ દશ પ્રકારના શ્રમણધર્મને આરાધતા હોય તેઓ જ આવી ગ સાધનામાં સફળ થઈ શકે છે.
અહીં પાઠકે પતંજલિ મુનિ આદિએ પ્રરૂપેલા યમનિયમો સાથે આ યમ-નિયમોની તુલના કરી શકે છે અને જૈન ધર્મની યમ-નિયમમાં કેવી અતૂટ શ્રદ્ધા છે તેને પરિચય મેળવી શકે છે. દાખલા તરીકે
પતંજલિમુનિએ યોગદર્શનમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની ગણન યમોમાં કરી છે અને શૌચ, સંતેષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાનની ગણના નિયમોમાં કરી છે. તે જૈન સાધુઓ પ્રાણુતિપાત વિરમણ વ્રત નામનું પહેલું મહાવ્રત લે છે તે અહિંસા છે, મૃષાવાદ વિરમણ વ્રત નામનું બીજું મહાવ્રત લે છે તે સત્ય છે, અદત્તાદાન વિરમણ વ્રત નામનું ત્રીજુ મહાવ્રત લે છે તે અસ્તેય છે, મૈથુન વિરમણ વ્રત નામનું શું મહાવત લે છે તે બ્રહ્મચર્ય છે અને પરિગ્રહ વિરમણ વ્રત નામનું પાંચમું મહાવ્રત લે છે તે અપરિગ્રહ છે. * શૌચનો સામાન્ય અર્થ પવિત્રતા છે. તે બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારની હોય છે. તેમાં અત્યંતર પવિત્રતા વિશેષ ઉપકારક છે. આ પવિત્રતા માટે મન, વચન અને કાયાની શુદ્ધિ જોઈએ, તે માટે જૈન યોગસાધકે ચારિત્ર ગ્રહણ કરતી વખતે જ મન, વચન અને કાયાથી પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા લે છે અને પ્રમાદાદિ ષોથી એ પ્રતિજ્ઞામાં કોઈ દોષ લાગી જાય તો તેની