________________
૨૮
છે અને તે અવશ્ય મેક્ષમાં જાય છે.
(૩) સુર્મક્રિયા–અપ્રતિપાતિ–શુકલધ્યાન જ્યારે કેવળજ્ઞાન અથવા સર્વજ્ઞતાને પામેલે આત્મા યોગનિષેધના કમથી અંતે સૂક્ષ્મ શરીર વેગને આશ્રય લઇને બાકીના સર્વગોને રોકી દે છે ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં શ્વાસોશ્વાસ જેવી સૂક્ષ્મ ક્રિયા જ બાકી રહેલી હોય છે અને તેમાંથી પડવાપણું હોતું નથી એટલે તે સુક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ શુકલ ધ્યાન કહેવાય છે.
(૪) સમુચ્છિન્ન ક્રિયા-અનિવૃત્તિ–શુકલધ્યાન-જ્યારે શરીરની શ્વાસ–પ્રશ્વાસાદિ સૂક્ષ્મ ક્રિયા પણ બંધ થઈ જાય છે અને આત્મપ્રદેશ સર્વથા નિષ્કપ થઈ જાય છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં સ્કૂલ સૂક્ષ્મ કેઈપણ પ્રકારની માનસિક, વાચિક કે કાલિંક ક્રિયા રહેતી નથી. આ ધ્યાનને કાળ , ૬, ૩, ૪, ૨ એ પાંચ હસ્વ સ્વરો બેલીએ એટલે જ ગણાય છે, આ ધ્યાનના પ્રતાપથી શેષ સર્વ કર્મો ક્ષીણ થઈ જતાં આત્મા પોતાની સ્વાભાવિક ઉદર્વગતિથી લેકના અગ્રભાગે પહોંચે છે અને ત્યાં આવેલી સિદ્ધશિલામાં સ્થિર થઈને અનંતકાળ સુધી અનિર્વચનીય સુખને ઉપભોગ કરે છે.
શુલ ધ્યાનના છેલ્લા બે પ્રકારમાં શ્રુતજ્ઞાનનું આલંબન હેતું નથી એટલે તે નિરાલંબન કહેવાય છે.
ધ્યાનના આ પ્રકારો જાણ્યા પછી નિર્વાણસાધક યુગમાં તેનું સ્થાન કેટલું : ઉન્નત છે, તે સહેજે સમજી શકાય છે.
. . . . . .