________________
૨૭
નિર્વિચારને અર્થે એક અર્થથી બીજા અર્થ પર, એક શબ્દથી બીજા શબ્દ પર કે અર્થથી શબ્દ પર અને શબ્દથી અર્થ પર તથા એક યોગથી બીજા વૈગ પર પ્રવૃત્તિ ન કરવી એ છે. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનના આલંબનપૂર્વક મનાયેગાદિ કાઈ પણ એક યુગમાં થિર થઈને દ્રવ્યના એક જ પર્યાયનું અભેદ ચિંતન કરવું તે આ દયાનને મુખ્ય વિષય છે.
અહીં એટલી સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે પ્રથમ ધ્યાનના દઢ અભ્યાસમાં આ બીજા ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જેમ સમસ્ત શરીરમાં વ્યાપેલું ઝેર મંત્રાદિ ઉપાયોથી એક ડંખની જગાએ લાવીને સ્થાપિત કરવામાં આવે છે, તેમ સમસ્ત લેકના ભિન્ન ભિન્ન વિષયમાં ભટક્તા મનને આ ધ્યાન દ્વારા એક જ વિષય પર લાવીને એકાગ્ર કરવામાં આવે છે અને એ રીતે મન એક જ વિષય પર એકાગ્ર થતાં સર્વથા શાંત થઈ જાય છે, એટલે તે પોતાની સર્વ ચંચળતા છેડી નિષ્કપ બની જાય છે. આનું પરિણામ એ આવે છે કે આત્માના જ્ઞાનાદિ ગુણ પર લાગેલાં સર્વ કર્મ આવરણે દૂર હટી જાય છે અને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે કે જેના લીધે આત્મા સમસ્ત કાલેકને સર્વ દ્રવ્યોના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલીન સર્વ પર્યાયે જાણું–જોઈ શકે છે. તાત્પર્ય કે શુકલ ધ્યાનના આ બીજા પાયે ચડનાર કેવળજ્ઞાન તથા કેવળદર્શનની પ્રાપ્તિ કરી પોતાનું અભીષ્ટ સિદ્ધ કરી શકે
જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મેહનીય અને અંતરાય એ ચાર કમેં આત્માના મૂળ ગુણને ઘાત કર્નારા હોવાથી ઘાતી કર્મ કહેવાય છે અને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ બાકીના ચાર કર્મો સાંગિક હોવાથી અપાતી કર્મ કહેવાય છે. તેમાંથી ચારે ઘાતી કર્મોને નાશ આ પ્રસંગે થાય છે અને ચારે અઘાતી કર્મોને નાશ દેહત્યાગ વખતે થાય છે.