________________
આ સમાધાનની વિરુદ્ધ એવો પ્રશ્ન પૂછાવાનો સંભવ છે કે જે ધ્યાનથી જે મોક્ષની પ્રાપ્તિ થતી હોય તે અણુસણાદિ બીજાં તો બતાવવાની શી જરૂર હતી ? એટલે તેને ખુલાસો કરવામાં આવે છે કે “અણુસણાદિ બીજાં તપે ધ્યાનસિદ્ધિ માટે ઉપકારક છે, તેથી જ તેની પ્રરૂપણ કરવામાં આવી છે.”
ધ્યાનના ભેદ-પ્રભેદો
અહીં પ્રસંગવશાત એ ખુલાસો પણ કરી લઈએ કે જેના શાસ્ત્રોએ ચિત્તની એકાગ્રતા રૂ૫ ધ્યાનના બે ભેદ પાડયા છે. એક અશુભ અને બીજું શુભ. તેમાં અશુભ ધ્યાન કર્મબંધનું કારણ હોઈ તેને ત્યાગ કરવાને છે અને શુભ ધ્યાન સંવર તથા નિજ રાનું કારણ છે તેમાં સ્થિર થવાનું છે. એટલે ઉપર જ્યાં જ્યાં ધ્યાનસિદ્ધિની વાત કરવામાં આવી છે, ત્યાં ત્યાં આ શુભ ધ્યાન સમજવાનું છે.
વસ્તુ સ્થિતિ આ પ્રકારની હે અશુભ અને શુભ ધ્યાનને પરિચય મેળવી લે આવશ્યક છે.
. ધ્યાનની સામાન્ય વ્યાખ્યા એવી છે કે “જ્ઞા શિરે થાતિ સ્થાન- જેનાથી વસ્તુનું ચિંતન થાય તે ધ્યાન.”
આ ચિંતન ખોટું અને સારું એમ બંને પ્રકારનું હોઈ શકે, તેથી તેને અશુભ અને શુભ એવા બે પ્રકારે માનવામાં આવ્યા છે.
અશુભ ધ્યાનના બે ભેદે છે. એક આર્તધ્યાન અને બીજું રૌદ્રધ્યાન. તેમાં આ એટલે દુઃખ કે પીડાનું ચિંતન કરવું તે આર્તધ્યાન છે અને હિંસા, ટૌર કે ક્રોધનું ચિંતન કરવું તે રીતધ્યાન છે. આ બંને ધ્યાનેના ચાર ચાર ભેદે છે, તે નીચે