________________
૨૩
આસન પર સ્થિર થઈને વીતરાગ મહાપુરૂષોએ કહેલાં વચનનું અનન્ય શ્રદ્ધાથી ચિંતન-મનન કરવું તથા શ્રુતજ્ઞાનાદિનું આલંબન લઈ ધ્યાનસ્થ થવું, તેમજ આત્મસ્વરૂપમાં તદાકાર થવું એ ક્રિયાઓથી જ કરે છે. એટલે મેંગને તે દયાનમાં સ્થિર થવાની કે ધ્યાન સિદ્ધ કરવાની એક પ્રક્રિયા માને છે અને તે દરિટએ તેને ખૂબ મહત્ત્વ આપે છે. ધ્યાન સિધ્ધિ શા માટે?
અહીં એ પ્રશ્ન ઉઠવાનો સંભવ છે કે ધ્યાનને સિધ્ધ કરવાનું પ્રયોજન શું ? એથી મોક્ષ પ્રાપ્તિમાં કંઈ સહાય મળે છે ખરી ?' એને ઉત્તર એ છે કે “મેક્ષની પ્રાપ્તિ માટે કમરહિત અવસ્થા અપેક્ષિત છે અને તેવી અવસ્થા થાનસિધ્ધિ વિના પ્રાપ્ત કરી શકાતી નથી. તેથી જ જન શાસ્ત્રોએ ધ્યાનસિદ્ધિને આવશ્યક માની છે.'
આ ઉત્તરના અનુસંધાનમાં કોઈને એ પ્રશ્ન પણ ઉઠે કે જૈન ધર્મમાં કર્મરહિત અવસ્થા પ્રાપ્ત કરવા માટે નિર્જરાનું અર્થાત તપનું વિધાન છે અને અહીં ધ્યાન સિદ્ધિની વાત કરવામાં આવે છે, તેનું કારણશું ? તેનું સમાધાન એ છે કે જૈન ધર્મો તપને અર્થ ઘણે વિશાળ કર્યો છે, એટલે ધ્યાનસિદ્ધિ તેના પેટામાં સમાઈ જાય છે. પ્રથમ ભાગના પાંચમા પ્રકરણમાં નવતત્વની વિવેચના કરવામાં આવી છે, તેમાં નિર્જરા તત્ત્વનું વિવેચન કરતાં ધ્યાનને પાંચમું અત્યંતર તપ જણાવેલું છે. અહીં તે સંબંધી એટલી સ્પષ્ટતા કરી લઈએ કે છ પ્રકારના અત્યંતર તપમાં સ્વાધ્યાય અને ધ્યાનની મુખ્યતા છે અને તેમાં પણ ધ્યાનની શ્રેષ્ઠતા છે, કારણ કે તે પ્રજવલિત અગ્નિની જેમ કર્મરૂપી ઈધનેને શીઘ બાળી નાખે છે અને આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રકાશ કરે છે.”