________________
કરણના યોગે તે સમ્યકત્વને સ્પશેલે હોય છેપણ વિલાસની ખામીને લીધે વિરત એટલે સંયમી બનેલું હેત નથી. અહીં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણે કરણને અર્થ બરાબર સમજવા જે છે.
પર્વત પરથી તૂટેલે પાષાણનો એક ટૂકડે જેમ નદીના પ્રવાહમાં ઘસડાતે ધસડાતો લીસો અને ગોળ બની જાય છે, તેમ અનાદિ કાળથી સંસારના પ્રવાહમાં ઘસડાતો આત્મા અકામ નિર્જરાને લીધે એટલે અનેક પ્રકારનાં શારીરિક અને માનસિક સંવેદને અજાણપણે સહન કરવાને લીધે કર્મની કંઈક લઘુતાવાળો થાય છે, ત્યારે તેણે યથાપ્રવૃત્તિકરણ કર્યું કહેવાય છે. આ સ્થિતિ પ્રાપ્ત થયે જે તે શુભ ભાવ અને વીર્યને ઉલ્લાસ અમુક અંશે વધારે તે તે વધેલા ઉલ્લાસના બળે રાગ અને દ્વેષની નિબિડ ગ્રંથીને છેદ કરે છે, તેને અપૂર્વકરણ કર્યું કહેવાય છે. પછી તે વિકાસગામી આત્મા દર્શનમેહ પર વિજય મેળવ્યા વિના પાછો ફરતે નથી, અર્થાત્ દર્શનમેહ પર વિજય મેળવીને સમ્યગ્દર્શનસમ્યત્વની પ્રાપ્તિ કરે છે, ત્યારે અનિવૃત્તિકરણ કર્યું કહેવાય છે. આમ ત્રણ કરણના ગે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનમાં રહેલે આત્મા ચેાથે ગુણસ્થાને આવે છે અને સમ્યગ્દર્શન અર્થાત તવાર્થ શ્રદ્ધાનના બળે આત્મવિકાસ કે આધ્યાત્મિક પ્રગતિની અભિમુખ થાય છે.
અભવ્ય આત્માઓ ઉપર જણાવેલી રાગદ્વેષની નિબિડગ્રંથીની સમીપે આવે છે, શુભભાવ અને વીર્યને ઉલ્લાસ નહિ કેળવી શકવાથી તેને છેદ કરી શકતા નથી તેઓ ત્યાંથી જ પાછા ફરી, જાય છે એટલે તેમને સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી.
* * પાંચમા ગુણસ્થાનને વિરતાવિરત ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે સમ્યકત્વને પામેલે આત્મા આ ગુણસ્થાને આવે છે,