________________
અહિંથી શ્રેણિને આરંભ થાય છે
નવમા ગુણસ્થાનને અનિવૃત્તિ બાદર ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે ત્યાં રહેલો અપ્રમત્ત સંયતાત્મા સ્થૂલ કષાયમાંથી ઘણે અંશે નિવૃત્ત થયો હોય છે પણ સર્વથા નિવૃત્ત થયેલો હતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો આ અવસ્થાને પ્રાપ્ત થનારે વિકાસે—ખી આત્મા કષાયને પરાજિત કરવા માટે તીવ્ર યુદ્ધ ખેલી રહ્યો હોય છે. અને તેમાં મહદ્ અંશે સફળતા પ્રાપ્ત કરે છે.
દશમા ગુણસ્થાનને સૂક્ષ્મપરાય ગુણસ્થાન કહેવામાં આવે છે. કારણ કે ત્યાં રહેલે આત્મા સ્થૂલ કક્ષાએથી સર્વથા નિવૃત્તિ પામે હોય છે. પણ સૂક્ષ્મ સંપરાય એટલે સૂક્ષ્મ કષાયથી યુકત હોય છે. અહીં એ સ્પષ્ટતા કરવી ઉચિત ગણાશે કે સૂક્ષ્મ કલાએમાં પણ ક્રોધ, માન અને માયાને તે નવમા ગુણસ્થાનના અંત સુધીમાં સર્વથા નાશ થયેલો હોય છે, પણ લેભ અમુક અંશે રહેલા હોય છે.
અગિયારમા ગુણસ્થાનને ઉપશાંત મોહ ગુણથાન કહેવામાં આવે છે, કારણ કે ત્યાં રહેલા આત્માને મેહ ઉપશાંત થાય છેઉપશમ પામે છે. પણ સર્વથા ક્ષીણ થતો નથી- ક્ષય પામતે નથી. . ઉપશમ અને ક્ષયનાં તફાવત સમજવા માટે પાણીમાં રહેલા કચરાનું દષ્ટાને ઉપયુકત છે. પાણીમાં રહેલો કચરે નીચે બેસી જાય તે તેને ઉપશમ થયો ગણાય અને જે તે સર્વથા દૂર થાય તે તેને ક્ષય થયો ગણાય. ઉપશમમાં નિમિત્ત મળતાં ફરી મલિનતા થવાને ભય રહે છે, જ્યારે ક્ષયમાં તેવો સંભવ હેતે નથી. અહીં મેહ શબ્દથી મેહનીય કર્મની સર્વ પ્રકૃતિ સમજવાની છે કે જેની સંખ્યા ૨૮ પ્રકારની છે.* 1 x તેની ગણના આ પ્રકારે થાય છે. ૧૬ કષાય, ૯નેકષાય