________________
૧૯
સ્થાન આત્માની અવિકસિત સ્થિતિ સૂચવે છે અને બાકીના ગુણસ્થાને વિકસિત સ્થિતિ સૂચવે છે. અગિયારમા ગુણસ્થાન સુધી પતન થવાનો અવકાશ રહે છે. પણ બારમું ગુણસ્થાન પ્રાપ્ત કરનાર તેરમું અને ચૌદમું ગુણસ્થાન અવશ્ય પ્રાપ્ત કરે છે, એટલે બારમા ગુણસ્થાનથી પતનનો સંભવ રહેતું નથી.
આ ગુણસ્થાનનું કાલમાન નીચે પ્રમાણે મનાય છે. ૧ ગુ. અભવ્ય આત્માઓ માટે અનાદિ-અનંત અને ભવ્ય આત્મા
ઓ માટે અનાદિ સાંત અને સાદિ સાંત. ૨ ગુ. દ આવલિકા. ૩ ગુ. ૧ અંતમુહૂર્ત.+ ૪ ગુ. ૬૬ સાલગરેપમથી કંઈક અધિક
ક કાલના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગને સમય કહેવામાં આવે છે. આવા અસંખ્યાત સમો ભેગા થાય ત્યારે એક આવલિકા બને છે.
+ લેકપ્રકાશમાં કહ્યું છે કે નવ સમયથી માંડીને અંત મુહૂર્તની શરૂઆત થાય છે અને તે મુહૂર્ત એટલે બે ઘડીમાં એક સમય ઓછો હોય ત્યાં સુધીનાં બધાં સમયાંતરેને લાગુ પડે છે.
૧ આ મા૫ લાખો-કોડોની સંખ્યાથી દર્શાવી શકાય તેવું નથી, એટલે ઉપમાન વડે દર્શાવવામાં આવે છે. એક જન લાંબા, એક
જન પહેલા અને એક યોજન ઊંડા ખાડાને ઝીણામાં ઝીણું વાળના ટૂકડાથી ભરવામાં આવે અને તેના પરથી ચક્રવતીની સેના ચાલી જાય તે પણ દબાય નહિ એટલા ઠાંસીને ભરવામાં આવે પછી તેમાંથી સે સો વર્ષે વાળને એકેક ટૂકડો કાઢતાં જેટલા વર્ષે તે ખાડો ખાલી થાય તેટલા વર્ષો પલ્યોપમ કહેવાય.