________________
'અનુસરણ કરે છે. તે મેક્ષના અધિકારી કેમ ન થઈ શકે ? તાત્પર્ય મેક્ષ ને ઉપાય વિદ્યમાન છે, એથી દરેક સુજ્ઞ પુરૂષે આત્મ વિકાસ સાધી મોક્ષપ્રાપ્તિ માટે તત્પર રહેવું જોઈએ.
હવે આત્માને વિકાસ કયા ક્રમે થાય છે. તે પર દષ્ટિપાત કરીએ તે માટે જેન મહર્ષિઓએ ચૌદ ગુણસ્થાનની પ્રરૂપણા કરેલી છે. ગુણુ શબ્દથી આત્માની જ્ઞાન દર્શન, ચારિત્ર આદિ શકિત અને સ્થાન શબ્દથી તેના વડે પ્રાપ્ત થતી ભૂમિકા કે અવસ્થા સમજવાની છે. તાત્પર્ય કે આત્મા પિતાની જ્ઞાનાદિ શક્તિ વડે જે વિકાસ સાધે છે, તેને દર્શાવનારી ભૂમિકા કે અવસ્થાનું નામ ગુણસ્થાન છે. આત્માના વિકાસ અને પતનની અવસ્થાઓ અસંખ્ય સંભવે છે, એટલે ગુણસ્થાને પણ અસંખ્ય સંભવે, પરંતુ મુમુક્ષુઓને તેને વિશદ બંધ થવા માટે જૈન મહર્ષિઓએ આ તમામ અવસ્થાઓનું ચૌદ ભાગમાં વર્ગીકરણ કર્યું છે, તેથી જેન શાસ્ત્રોમાં ચોદ ગુણસ્થાનની જ પ્રસિદ્ધિ છે. તેમાં પ્રથમ આત્માની અવિકસિત દશા બતાવવામાં આવી છે પછી વિકાસની ભૂમિકાઓ દર્શાવવામાં આવી છે અને છેવટે વિકાસની ચરમ સીમાને સ્પર્શવામાં આવી છે. એટલે તેને આત્માનો વિકાસક્રમ કહીએ તે જરાય ખેટું નથી.
પ્રથમ ગુણસ્થાનને મિથ્યાદષ્ટિ ગુણસ્થાન કહેવામાં આવ્યું છે, કારણ કે પ્રારંભમાં દરેક આત્મા ગાઢ રાગ દ્વેષવાળો હોઈ મિથ્યાષ્ટિથી– મિથ્યાત્વથી યુકત હોય છે. અહીં રહેલા આત્માઓ આધ્યાત્મિક ઉન્નતિથી વિમુખ હે તાત્ત્વિક સુખને અનુભવ કરી શકતા નથી.
જૈન ધર્મ આત્માઓના બે પ્રકાર માને છે; એક ભવ્ય અને બીજા અભવ્યું. તેમાં ભવ્ય આત્માઓ આ ગુણસ્થાનથી આગળ વધી સમ્યકત્વને સ્પર્શ કરી ક્રમશઃ વિકાસ સાધતાં