________________
કેટલાક કહે છે કે આત્મા કર્મ કર્તા અને કર્મ ફળને ભોકતા ભલે હેય પણ તેને મોક્ષ થાય એ સંભવિત નથી, કારણ કે અનાદિકાલ થયાં તેનામાં કર્મો કરવા રૂપી દેષ રહેલે છે અને વર્તમાન કાળે પણ તે વિદ્યમાન છે, એટલે શુભ કર્મ કરવાથી મનુષ્ય તથા દેવની ગતિ મેળવે અને અશુભ કમી કરવાથી તિર્યંચ તથા નરકની ગતિ મેળવે પણ તે સર્વથા કર્મરહિત થઈ શકે નહિ. એટલે તેને મેક્ષ સંભવી શકે નહિ. આ માન્યતાનું નિરસન કરવા માટે જ જૈન મહર્ષિઓએ પાંચમે સિદ્ધાન્ત એવો રસ્થાપિત કર્યો છે કે “અતિજ પુર્વ નિજાપાં? “નિર્વાણ એટલે મોક્ષ-મુકિત કે સિદ્ધિ અવશ્ય છે.'
અહીં વિચારવાનું એ છે કે ખાણમાંથી નીકળેલા સેનાને માટી સાથે અનાદિકાલથી સંબંધ હોય છે. એટલે તે માટીથી સર્વર્યા છૂટું પડી શુદ્ધ સુવર્ણ રૂપે પ્રકાશી શકતું નથી શું ?
આ એજ પ્રમાણે આત્મા અનાદિ કાલથી કર્મસંયુક્ત હેવા છતાં પરષાર્થના ગે કર્મથી સર્વથા રહિત થઈ શકે છે. અને પિતાના શુદ્ધ સ્વરૂપે પ્રકાશી શકે છે. વળી શેકેલાં બીજ જેમ ફરીને ઉગી શકતાં નથી. તેમ દગ્ધ થઈ ગયેલાં કર્મો તેના ફળરૂપે ભવસંતતિ ઉત્પન્ન કરી શકતાં નથી. એથી આત્માનું નિર્વાણ-આત્માને મેક્ષ સંભવે છે.
કેટલાક કહે કે આત્મા છે, તે નિત્ય છે, કર્મ કર્તા છે. કર્મફળને ભોક્તા છે અને તેને મેક્ષ છે એ વાતનો સ્વીકાર કરીએ પણ તેને કઈ અસરકારક ઉપાય વિદ્યમાન હોય તેમ જણાતું નથી. જ્યાં કર્મો ઘણાં અને આયુષ્ય ઘેડું, ત્યાં તેને સંપૂર્ણ છેદ શી રીતે થઈ શકે? આ ખોટા ખ્યાલને ઉચ્છેદ કરવા માટે જ જેન મહ