________________
હેય તે મડદામાં એ પાંચે ભૂતો કાયમ છે, છતાં કેમ તે કંઈ પણ જોઈ-જાણી શકતું નથી ?
વળી પંચભૂતના સમુદાયથી જ જે ચેતન્યશકિત પેદા થતા હેય તે તે કારખાનામાંથી ઉત્પન્ન થતા તેલ, સાબુ, રબર, કચકડા કે પ્લાસ્ટીકની માફક એક જ પ્રકારની હોવી જોઈએ અને તેથી બધા પ્રાણીઓમાં જોવા-જાણવાની શકિત સમાન જ હોવી જોઈએ, પણું તેમનામાં તે શકિત ઓછી વતી જણાય છે, તેથી ચૈતન્ય શકિત પંચભૂતના સમુદાયની બનાવટ કરી શકતી નથી
કદાચ એમ કહેવામાં આવે કે પુગલના પ્રમાણમાં જાણવાની શકિત હોય છે, તો જાડો માણસ ખૂબ જ્ઞાની હે જોઈએ અને પાતળે માણસ અલ્પ જ્ઞાની હે જોઈએ, પણ આ જગતમાં કેટલાક જાડા માણસે બેવકૂફ જણાય છે અને કેટલાક પાતળા માણસે પોતાના જ્ઞાન માટે ભારે ખ્યાતિ પામેલા અવલેકાય છે, એટલે પુગલના પ્રમાણમાં જ્ઞાન શકિતને સિદ્ધાન્ત પણ ટકી શકતા નથી.
આપણે નિદ્રામાં હેઈએ કે કઈ સ્વપ્નને અનુભવ કરતા હેઇએ ત્યારે પણ “હું જાણું છું ' એ અનુભવ થાય છે, એટલે જાણનારે જુદો હે જોઈએ એ વાત નિશ્ચિત છે.
વળી આ જગતમાં પ્રાચીન કાળથી આજ સુધી કેટલાક બાળકે એવા જોવામાં આવ્યા છે કે તેઓ પોતાના પૂર્વભવના માતા પિતા, ભાઈ ભગિનીઓ, સગાં વહાલાં કે સંબંધીઓને ઓળખી કાઢે તથા તેમના નિવાસસ્થાન વગેરેને બરાબર પત્તો આપે. ભારતવર્ષમાં હેમ રૂલની ચળવળને વેગ આપનારા તથા થિએસોફીના સિદ્ધાન્તને આગળ ધપાવનારા મીસીસ એની બેસન્ટ