________________
કરી શકતું નથી. એક ચાકડા પર માટીનો પીંડ ચડાવ્યો હોય અને તે યંત્ર બળે ચાલતો હોય તો તેમાંથી એક જ પ્રકારનાં વાસણે ઉતરી શકે પણ કુંભારથી ચાલતા ચાકડાની માફક વિવિધ પ્રકારનાં વાસણ ઉતરી શકે નહિ, કારણ કે તેનામાં ઈચ્છાનું તત્ત્વ નથી.
- એક ટેબલ કે ભીંતને થપાટ મારવામાં આવે તો લાગણીનું કઈ સંવેદન જણાતું નથી, પણ એક મનુષ્યને થપાટ મારવામાં આવે તો તરત જ તે ઉશ્કેરાઈ જશે, બડબડવા લાગશે, રેવા માંડશે કે સામને કરવા તત્પર થશે. તેજ રીતે વાછડા કે વછેરાને પંપાળવામાં આવે તે ખુશ મિજાજમાં જણાશે અને લાકડી વગેરેને પ્રહાર કરવામાં આવે તે તરત જ બરાડશે કે સામને કરવા તૈયાર થઈ જશે. તાત્પર્ય કે ઇચ્છા પૂર્વકનાં હલન ચલન તથા લાગણનાં સંવેદન વગેરે કાર્યોથી આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એ નિશ્ચય આપણે કરી શકીએ છીએ.
- કેટલાક કહે છે કે આ જગતમાં જડ અને ચૈતન્ય યુકત
એમ બે પ્રકારના પદાર્થો સ્પષ્ટ જોવાય છે, એટલે તેમાં કઈ વિવાદને સ્થાન નથી, પણ ચૈતન્યવાળા પદાર્થમાં જે રમૈતન્ય દેખાય છે, તે પૃથ્વી આદિ પંચભૂતના સમુદાયથી ઉત્પન્ન થએલી એક પ્રકારની શક્તિ છે. અર્થાત જીવ કે આત્મા નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. જ્યારે પંચભૂતના સમુદાયમાંથી આ ચૈતન્ય શકિત ચાલી જાય છે, ત્યારે આપણે - મૃત્યુ થયું કે મરણ નીપજયું એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. આ માન્યતાને અંગે તેઓ એવા નિર્ણય પર આવ્યા છે કે –
यावज्जीवं सुखं जीवेजं कृत्वा धृतं पिबेत् । - મમતાએ શિ , . પુનાવાલન ? A