________________
સર્વે નમઃ પ્રકરણ પહેલું આત્માને વિકાસક્રમ
મૂળ ન હોય તે શાખા ફૂટતી નથી. કુ ન હોય તે. હવાડામાં પાણી આવતું નથી. તે જ રીતે આત્મા ન હોય તે તેનો વિકાસક્રમ સંભવ નથી, તેથી આત્મા છે કે નહિ ? તેને વિચાર પ્રથમ કરીએ.
કેટલાક કહે છે કે આ જગતમાં આત્મા જેવી કોઈ વસ્તુ નથી, કારણ કે તે બીજી વસ્તુઓની જેમ નજરે દેખાતો નથી. પણ આ દલીલ જરાય ટકે તેવી નથી. મુંબઈમાં રહેલા મનુષ્યને અમદાવાદ નજરે દેખાતું નથી, તેમજ અમદાવાદમાં રહેલા મનુષ્યને મુંબઈ નજરે દેખાતું નથી, તેથી શું એમ કહી શકાય કે અમદાવાદ અને મુંબઈ નામનાં શહેરે અસ્તિત્વમાં જ નથી? વળી આપણા વડદાદાના વડદાદાને આપણે નજરે કયાં જોયા છે? છતાં ખાતરીથી કહીએ છીએ કે અમારા વડદાદાના વડદાદા જરૂર હતા, અન્યથા અમારું અસ્તિત્વ જ કેવી રીતે હોત ? તાત્પર્ય કે જે વસ્તુ કે પદાર્થ નજરે દેખાતા ન હોય, પણ તેમનું કાર્ય દેખાતું હોય તેનું અસ્તિત્વ માનવું જ રહ્યું. એક બે વધુ દાખલાથી આ વસ્તુને વધારે સ્પષ્ટ કરીશું.
વાયું નજરે દેખાતો નથી, પણ વૃક્ષની ડાળે કે પાંદડાં