________________
૨૨]
अयो बलमिन्द्रियाणि च सर्वाणि । सर्व ब्रह्मोपनिषदम
[ પરવચન
पुरो व च न
સાંપ્રતકાળ અને ભગવદ્દગીતા सुपर्ण विप्राः कवयो वाभिरेकं सन्त बहुधा कल्पयन्ति ।
(૪૦ ૧૦-૧૧૪-૧) બુદ્ધિમાન અને મહાનુભાવ તત્ત્વજ્ઞ પુરુષોએ એક જ પરમાત્માને ઠેકાણે અનેકત્વને ભાવ કપેલ છે.
આમુખ લખવાનું કારણ શ્રીમદભગવદગીતાના સંબંધમાં મારે જે કાંઈ કહેવાનું હતું તે બધું મેં સંક્ષેપમાં આ ગીતદેહનમાં કહ્યું છે, છતાં લોકોની ઈચ્છાને માન આપી સાંપ્રતકાળમાં શ્રીભગવદગીતાનો ઉપયોગ શી રીતે કર, એ સંબંધમાં આમુખરૂપે આ બે શબ્દો લખી આપવાનો પ્રયત્ન કર્યો છે.
લેખનને હેતુ લેખક યા વક્તાનો આશય, ઉદેશ યા ભાવ વાચકવંદ વિા શ્રોતાવર્ગ સારી રીતે સમજી શકે એ જ. લેખન વા વનત્વનો મુખ્ય હેતુ છે. શબ્દપ્રયેળનું મુખ્ય ફળ પણ એ જ છે કે પોતાનું કહેલું કથન સામાઓ યથાર્થ રીતે સમજી શકે. જે વક્તાને ભાવાર્થ શ્રોતા સમજી નહિ શકે કિવા લેખકને અભીષ્ટ અર્થ વાચકવંદ સમજી નહિ શકે તે તેઓની સંશયનિવૃત્તિ નહિ થતાં ઉલટ ભ્રમમાં અભિવૃદ્ધિ થવા પામે છે અને લેખક યા વક્તાને શ્રમ નિષફળ નીવડે છે. વળી લેખક યા વક્તાના કથનને માત્ર શબ્દાર્થ સમજવાથી પણ કાંઈ કાર્યસિદ્ધિ થતી નથી, પરંતુ તેમના કહેવાના સાચા તસ્વાર્થ ભાવ સમજો અત્યાવશ્યક છે. આ સંબંધમાં શાસ્ત્રમાન્ય એવું એક દષ્ટાંત છે,
અનુમાન કરવાની પદ્ધતિ જેમ નેકરને સિંધવ લાવે' એમ કહેવામાં આવે; સિંધવના (૧) મીઠું અને (૨) ઘોડે, એવા મુખ્યત્વે બે અર્થે વ્યવહારમાં પ્રચલિત છે. તે બે પૈકી માગનારને શાની જરૂર છે તેને પ્રથમ નિશ્ચય કરવો જોઈએ. તે સારી રીતે જાણવા માટે ન્યાયશાસ્ત્રોમાં સંયોગાદિ સાધનો બતાવવામાં આવ્યાં છે. તે પૈકી એક અન્યતમ નામનું છે. તેને લક્ષમાં લઈ તે ધોરણે સ્વામીની ઇચ્છા યા ઉદ્દેશનું અનુમાન કરવું જોઈએ. જે ભજનને સમય હોય તો સંધવ એટલે મીઠ, અને કપડાં વગેરે પહેરીને બહાર જવાનો અવસર હોય તો સિંધવ એટલે છેડાની જરૂર છે, એમ સમજવું. આ રીતનાં અનુમાન વડે જ સ્વામીની આજ્ઞા યા વ્યાખ્યાતાને ઉદ્દેશ કળી શકાય છે, અન્યથા નહિ; પરંતુ આ રીતિ તે કોઈ એકદ વસ્તુનું તાત્પર્ય સમજવાને માટે કદાચ ઉપયોગી નીવડે પણ ગ્રંથો તે અનેક વાકયોના સમૂહ૩૫ હાઈ પ્રત્યેક વાક્યના પ્રચલિત અર્થો પણ અનેક છે તે પિકી કયે વખતે કયો અર્થ લેવો એ ઠેરવવું વણું કઠણ થઈ પડે છે. સિવાય કોઈ પુરુષના વચનનું તાત્પર્ય શોધવાનું હોય તો કદાચ મહાપ્રયત્ન વડે પણ તે શક્ય બની શકે, પરંતુ અપોય એવા વદનું તાત્પર્ય ધારવું એ બુદ્ધિમાનને માટે પણ કઠણ છે તે પછી સર્વસામાન્ય લોકોને માટે તે અતિશય દુર્લભ હોય એમાં તે શંકા જ નથી. વળી જ્યાં સુધી વેદનું સાચું રહસ્ય જાણવામાં આવતું નથી ત્યાં સુધી મનુષ્યને મોહબમ નષ્ટ થઈ તેને ખરું સુખ અને કાયમી શાંતિ કદી પણ પ્રાપ્ત થતાં નથી. આથી એ નિર્વાણપદની સિદ્ધિ અર્થે વક્તવ અથવા લેખન દ્વારા તે અગમ્ય અને અનિર્વચનીય તત્તનું પરોક્ષ રીતે પ્રતિપાદન કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. માટે અપૌરુષેય એવા આ ગૂઢ શાસ્ત્રોનો ઉદ્દેશ વ રહસ્ય શું છે તે