________________
द्वितीयोऽवसरः
१९
પરિણત થયેલું જ્ઞાન સેંકડો ભવોમાં ઉપાર્જિત કરેલી કુવાસનાઓની તર્જના કરીને તેને દૂર કરે છે. દુર્જય ઘનિષ્ઠ પાપરૂપ રજનું પ્રમાર્જન કરે છે. કોઇ પરમ વસ્તુતત્ત્વનું પ્રકાશન કરે છે. અને મનુષ્યોનું સર્વ કલ્યાણ કરે છે. ।। ૧૯ ॥
मुष्णाति विषयतृष्णां पुष्णाति [१०-२] च निर्वृतिं हरत्यरतिम् । अमृतमिव ज्ञानमिदं कोपाद्युपतापमपनुदति ॥ २० ॥
વિષયતૃષ્ણાને ચોરી લે છે. સુખને પોષે છે. અતિને હરી લે છે. આ જ્ઞાન અમૃત જેવું છે, જે ક્રોધ વગેરેના સંતાપને દૂર કરે છે. | ૨૦ |
विलसदतुलमोदं मानसं मानमुक्तं विपुलपुलकपूर्णं तूर्णमङ्गं विधत्ते । श्रुतिसुखमसमानं लोचने चाश्रुगर्भे શ્રુતમપિ બિનવાાં શ્રેયસાના(મે) હેતુ: ।। ૨ ।।
જિનવાણીના શ્રવણનું અતુલ્ય સુખ મનને ગર્વરહિત કરે છે. મનમાં અજોડ આનંદ ઉપજાવે છે. શરીરને શીઘ્રતાથી અત્યંત રોમાંચિત કરી દે છે. આંખોને હર્ષના અશ્રુઓથી ભરી દે છે. ખરેખર જિનવચનનું શ્રવણ પણ કલ્યાણોનું અનન્ય કારણ છે. ॥ ૨૧ ॥