________________
पञ्चमोऽवसरः इत्थं मोहादिदोषेण पुरुषो भाषते मृषा । रागादिदोषमुक्तस्य किमुक्तौ कारणं मुधा ॥ ४ ॥
આ રીતે મોહ વગેરે દોષને કારણે પુરુષ જુઠું બોલે છે. જે રાગ વગેરે દોષોથી મુક્ત છે તેને ખોટું બોલવાનું શું કારણ છે. || ૪ || वचो विचार्यमाणं तु विचारचतुरैनरैः । अकर्तृकं घटाकोटिसंटङ्क नातिटीकते ॥ ५ ॥
જે મનુષ્યો વિચાર કરવામાં ચતુર છે, તેઓ જો વિચાર કરે, તો અકર્તક (અપૌરુષેય) વચન સંગત થઈ શકતું નથી. || ૫ | ताल्वादिहेतुव्यापारपारवश्येन दृश्यते । अवश्यं वचनं सर्वं तत् कथं कथ्यतेऽन्यथा ॥ ६ ॥
કારણ કે સર્વ વચન અવશ્ય તાળવા વગેરેની પ્રવૃત્તિને આધીન જ હોય છે, એવું દેખાય છે. તો પછી તાળવા વગેરની પ્રવૃત્તિ વિના “વચન” શી રીતે કહી શકાય ? | ૬ | यदुत्पाद्यः पदार्थो हि निश्चितो यो विपश्चि[३१-२]ता । सततः सर्वदा ज्ञेयो धूमो धूमध्वजादिव ॥ ७ ॥
જે પદાર્થ જેનાથી ઉત્પન્ન થાય છે – એમ વિદ્વાને