________________
षष्ठोऽवसरः
१४५ જીવોનું મન સ્વભાવથી ચંચળ છે, તે આમ તેમ દોડ્યા કરે છે. જો કોઈ રીતે પુણ્યથી તે દાન પ્રત્યે અભિમુખ થયું હોય, તો ત્યારે વિદ્વાનોએ વિલંબ કરવો ઉચિત નથી. ફરીથી મન તેવું થાય કે ન પણ થાય, કારણ કે બધું ચંચળ છે. || ૯૨ // प्राप्ते त्रये ये गमयन्ति कालं ते वेगगच्छत्तरिकाधिरूढाः । मूढा ग्रहीतुं प्रतिपातयन्ते रत्नाकरे रत्नमयत्न[५६-२]दृष्टम् ॥ ९३ ॥
| ચિત્ત- વિજ્ઞ- પાત્ર આ ત્રણ વસ્તુની પ્રાપ્તિ થયા બાદ જેઓ વિલંબ કરે છે, તેઓ મૂઢ છે. વેગીલા તરાપામાં જેઓ બેઠા છે, સહજપણે દરિયામાં રત્ન દેખાઈ જાય, અને છતાં પણ તેને લેવામાં જેઓ વિલંબ કરે તેમના જેવું તે મૂઢ જીવોનું આચરણ છે. / ૯૩ // भव्यं वास: श्लाघनीयो निवास: शय्या वर्या प्राज्यभोज्यं शुभाज्यम् । पात्रं पानं भैषजादि प्रधानं भक्त्या देयं साधुसङ्घाय देयम् ॥ ९४ ॥
સુંદર વસ્ત્ર, પ્રશંસનીય વસતિ, ઉત્તમ શય્યા,