________________
૨૬૮
दानादिप्रकरणे જો પાપ માટે પણ આરંભ કરવાનો હોય, તો સબુદ્ધિમાનોએ ધર્મ માટે આરંભ કરવો જોઈએ. રે.. જે ચોરો માટે ભાર ઉપાડવાનો હોય, તો એના કરતા તો બહેતર છે કે સ્વામી માટે ભાર ઉપાડીએ. / ૪૧ // पापारम्भविवर्जनं गुरुयशोराशेः शुभस्यार्जनं गेहाद्याग्रहनिग्र[६४-२]हेण मनसो निःसङ्गतासङ्गतिः । कल्याणाभिनिवेशिता तनुमतां सन्मार्गसन्दर्शनं धर्मारम्भवतां भवन्ति भविनामित्यादयः सद्गुणाः ॥४२॥
પાપ-આરંભનો ત્યાગ, પ્રશસ્ત મહાન યશસંચયનું ઉપાર્જન, ઘર વગેરે પ્રત્યેની આસક્તિની નિવૃત્તિ, તેના દ્વારા મનને નિઃસંગદશાની પ્રાપ્તિ, કલ્યાણ પ્રત્યે અભિરુચિ, જીવોને સન્માર્ગદર્શન... વગેરે પ્રશસ્ત લાભો ધર્મપ્રવૃત્તિ કરતા જીવોને પ્રાપ્ત થાય છે. ૪૨ / स्थानोपयोगात् साफल्यं भवस्य विभवस्य च । परः परोपकारः स्याद् धर्मतीर्थप्रवर्तनात् ॥ ४३ ॥
ભવ (?) અને વૈભવ આ બંનેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો એ સફળ થાય છે, અને ધર્મતીર્થનું પ્રવર્તન કરવા દ્વારા પરમ પરોપકાર થાય છે. // ૪૩ ||