________________
१७६
दानादिप्रकरणे જેઓ ઘર, પરિગ્રહ અને ભોગમાં આસક્ત છે અને તેથી ઘણા ત્રસ જીવોની હિંસાવાળા ખેતી વગેરે કાર્યો કરે છે. તેઓ “ધર્મ માટે રાંધનારાઓ પાપ બાંધે છે' એવું બોલતા પણ શરમાતા નથી, એવું દેખાય છે. | ૬૨ || एवंविधस्याप्यबुधस्य वाक्यं सिद्धान्तबाह्यं बहुबाधकं यत् । दृढादृढं श्रद्दधते कदाः पापे रमन्ते मतयः सुखेन ॥ ६३ ॥
એવા અજ્ઞાનીનું પણ વાક્ય સિદ્ધાન્તબાહ્ય છે, તેના વાક્યનું ખંડન કરનારા ઘણા પ્રમાણ છે. તુચ્છ જીવો આવા નિઃસાર વાક્ય પર શ્રદ્ધા કરે છે. ખરેખર, બુદ્ધિઓ સહેલાઈથી પાપમાં રમણ કરે છે. તે ૬૩ // नाभेयादिभिरन्यजन्मनि मुनेद्रव्यस्य लक्षैस्त्रिभिः तैलाभ्यञ्जनतश्चलत्कृमिकुलं कुष्ठाकुलस्याकुलम् । सञ्चार्यान्यकलेवरे वरतरो गोशीर्षलेपः कृतो भक्त्यावेशवशादसौ शिवकरी गुर्वी चिकित्सा कृता ॥६४॥ - શ્રી આદિનાથ વગેરેએ અન્ય જન્મમાં કોઢથી પીડિત મુનિની ચિકિત્સા કરવા માટે ત્રણ લાખ દ્રવ્યનો સવ્યય કર્યો હતો. તેલની માલિશથી ચંચળ કૃમિઓના