________________
૨૮૨
दानादिप्रकरणे सर्वत्र चास्ति न्यायोऽयमुत्कृष्टमुपदिश्यते । अन्यत्तु न प्रतिक्रुष्टमदुष्टं पुण्यपुष्टये ॥ ८० ॥
બધા સ્થાને આવી જાય છે, કે ઉત્કૃષ્ટનો ઉપદેશ કરાય છે, પણ જે ઉત્કૃષ્ટ ન હોય તેનો પ્રતિષેધ નથી કરાતો. કારણ કે પુણ્યની પુષ્ટિ માટે મધ્યમાદિનું સેવન પણ દોષરહિત છે. ૮૦ | व्याख्येयमे[७०-१]वमेवेदमन्यथा न व्रताद्यपि । देयं ग्राह्यं च केनापि सम्पूर्णविधिना विना ॥ ८१ ॥
આ રીતે જ ઉક્ત વચનની વ્યાખ્યા કરવી જોઈએ, જો આમ ન માનો, તો સંપૂર્ણ વિધિ વિના કોઈએ વ્રત વગેરેનું દાન કે ગ્રહણ નહીં કરાય. || ૮૧ | अथ कालादिदोषेण न्यूनोऽपि विधिरिष्यते व्रतादिदाने सक्ता ये दानेऽऽप्येष समिष्यताम् ॥८२॥
હવે જો કાળ વગેરેના દોષથી ન્યૂન વિધિ પણ ઈષ્ટ છે, એમ માનીને જેઓ વ્રત વગેરે આપવામાં તત્પર છે, તેઓએ દાનમાં પણ ન્યૂન વિધિનો નિષેધ ન કરવો જોઈએ. | ૮૨ || आरम्भवर्जकं वा दायकमुद्दिश्य दर्शितं कल्प्यम् । देयं कृत्वा ददतः प्रतिमापन्नस्य भङ्गभयात् ॥ ८३ ॥