________________
दानादिप्रकरणे
ભૂખ એ મોટો રોગ છે, જે સ્વાધ્યાય અને ધ્યાનનો બાધ કરે છે, આર્તધ્યાનનું પ્રવર્તન કરે છે. આ ભયંકર રોગનો ભોજન વગેરેથી ઉપશમ કરવો જોઈએ. ॥૭॥
१८०
अथ न्यायागतं कल्प्यं देयमुक्तं न चापरम् । युक्तं तदुक्तं बोद्धव्यं मध्यस्थैः शुद्धबुद्धिभिः ॥ ७४ ॥
વળી જે ન્યાયથી મેળવેલ અને કલ્પ્ય હોય, તે આપવું જોઈએ. અન્યાયથી મેળવેલ તથા અકલ્પ્ય હોય, તે ન આપવું જોઈએ. આ વાત ઉચિત રીતે શુદ્ધ બુદ્ધિવાળા મધ્યસ્થોએ સમજવી જોઈએ. ॥ ૭૪ || अन्यायेनाऽऽगतं दत्तमन्यदीयं हि निष्फलम् । तेन स्वकीयं दातव्यं स्वामिनेति निवेदितम् ॥ ७५ ॥
અન્યાયથી મેળવેલ વસ્તુ પોતાની નથી, પણ બીજાની છે, માટે તેનું દાન નિષ્ફળ છે. માટે જે માલિક હોય, તેણે પોતાની વસ્તુ આપવી જોઈએ, એમ કહ્યું છે. || ૭૫ ||
[६९-२]कल्प्यं योग्यं तु साधूनां धर्मकायोपकारकम् । वितीर्णमपि नायोग्यं गृह्णन्ति यतयो यतः ॥ ७६ ॥
કલ્પ્ય એટલે જે મુનિઓના ધર્મ-દેહ પર ઉપકાર કરે તેવી યોગ્ય વસ્તુ ‘કલ્પ્ય’ એમ એટલા માટે કહ્યું કે,