________________
૨૮૨
सप्तमोऽवसरः આપવામાં આવે તો ય મુનિઓ અયોગ્ય વસ્તુ લેતા નથી. / ૭૬ | यदा न्यायागतं कल्प्यं देयमेवेति कथ्यते । लोभेनासौ [ददात्यूनमदानं वा निवार्यते ॥ ७७ ॥
અથવા તો ન્યાયથી મેળવેલ કથ્ય વસ્તુ આપવી જ જોઈએ, એમ કહેવાનો ભાવ છે. દાતા લોભથી તેવી વસ્તુ પણ ઓછી આપે કે ન આપે, તો તેનું નિવારણ કરાય છે. || ૭૭ // तथा च कल्प्ये सत्येव कश्चिद् दानाय दुर्विधः । विधत्ते भिन्नमन्नादि सोऽमुना प्रतिषिध्यते ॥ ७८ ॥
તથા કથ્ય વસ્તુ હાજર હોય, તો પણ કોઈ ખોટી રીતવાળી વ્યક્તિ અલગ અન્ન વગેરે બનાવે છે, તેનો આનાથી પ્રતિષેધ કરાય છે. ૭૮ || विधिरौत्सर्गिको वाऽयमुत्तमं दानमीदृशम् । अन्यत्तु मध्यमादि स्यान्न तु दोषाय जायते ॥ ७९ ॥
અથવા તો આ ઉત્સર્ગસંબંધી વિધિ છે, કે આવું (ન્યાયાગત કમ્બનું) દાન ઉત્તમ છે અન્ય દાન મધ્યમ વગેરે છે, પણ (તથાવિધ પુણાલંબનથી) દોષનું કારણ થતું નથી. ૭૯ .