________________
सप्तमोऽवसरः
१८३
અથવા તો જે દાતાએ આરંભનો ત્યાગ કર્યો છે, તેને ઉદ્દેશીને કલ્પ્ય કહ્યું છે. કારણ કે જો તે રાંધીને દાન આપે તો તેણે પ્રતિમાનો સ્વીકાર કર્યો હોવાથી, તેના ભંગનો ભય થાય. || ૮૩ ||
योsपि क्वचिदपि समये कृत्वा ददतो निवेदितो दोष: । सोऽप्येवंविधविषये विदुषा योज्यो न सर्वत्र ॥ ८४ ॥
શાસ્ત્રમાં જે ક્યાંક રાંધીને દાન આપનારને દોષ લાગે, એમ કહ્યું છે, એ પણ વિદ્વાને આવા વિષયમાં જોડવું જોઈએ, બધે નહીં. (આ વાત પણ પૂર્વોક્ત રીતે વિચારણીય છે. જુઓ શ્લોક ૭૨). ॥ ૮૪ ||
[ ७०-२] यदि वाऽधिकृत्य
साधुं सामान्येनैव निर्निमित्तमिदम् । देयं कल्प्यं जल्पितमनल्पबुद्ध्या च बोद्धव्यम् ॥ ८५ ॥ અથવા તો સાધુને આશ્રીને સામાન્યથી જ વિશેષ કારણ વિના ‘કલ્પ્ય આપવું જોઈએ' એમ કહ્યું છે, તેને મહામતિથી સમજવું જોઈએ. ॥ ૮૫ ॥
यस्मात् सति निर्वाहे बालग्लानादिहेतुविरहे च । गृह्णन्त्यकल्पनीयं न साधवो वारितं तेन ॥ ८६ ॥
૧૩