________________
१८६
दानादिप्रकरणे નથી, જેને પોતાનું કાંઈ આપવું નથી, એ મિથ્યા વિચાર કરે છે. / ૯ર | भक्तिव्यक्तिः कथमिव भवेदागतानां यतीनां यद्याहारं न पचति गृही सुन्दरं सादरं च । अन्यस्यापि स्वजनसुहृदः कृत्यमौचित्यमित्थं गौरव्याणां किमुत जगतः साधुसार्मिकाणाम् ॥१३॥
જો ગૃહસ્થ આદર સાથે સુંદર આહાર ન રાંધે, તો ઘરે આવેલા મુનિઓ પ્રત્યે ભક્તિની અભિવ્યકિત શી રીતે થઈ શકે? અન્ય પણ સ્વજન અને મિત્રનું આ ઔચિત્ય કૃત્ય છે, તો પછી જગતના ગૌરવપાત્ર એવા સાધુઓ અને સાધર્મિકોની તો શું વાત કરવી ? Real | (આ પ્રરૂપણા પણ બહુશ્રુતોએ વિચારવા યોગ્ય છે.) नामापि साधुलोकानामालोकादि विशेषतः । कोऽपि पुण्यैखाप्नोति दानादि तु किमुच्यते ? ॥१४॥ | મુનિજનોનું નામ પણ પુણ્યથી મળે છે. તેમના દર્શન તો કો'કને જ વિશેષ પુણ્યથી મળે છે, તો પછી દાન વગેરેની તો શું વાત કરવી ? || ૯૪ || एष्टव्यमित्थमेवेदं मध्यस्थैः सूक्ष्मदृष्टिभिः । विधातुं बुद्धयते श्राद्धैर्वन्दनान्यपि नान्यथा ॥ ९५ ॥