________________
सप्तमोऽवसरः
___ १९३ ચૌદમા ગુણસ્થાનકની પહેલા અપેક્ષાએ નીચેનીચેના બધા જીવો નિર્ગુણ છે, અને તેમની ઉપર-ઉપરના બધા જીવો સદ્દગુણી છે. | ૧૧૦ || साधवो दुःषमाकाले कुशीलबकुशादयः । प्राय: शबलचारित्राः सातिचाराः प्रमादिनः ॥ १११ ॥
દુઃષમકાળમાં સાધુઓ પ્રાયઃ કુશીલ, બકુશ વગેરે હોય છે. તેમનું ચારિત્ર અશુદ્ધ હોય છે, તેઓ અતિચારવાળા અને પ્રમાદી હોય છે. તે ૧૧૧ . सगुणो निर्गुणोऽपि स्यान्निर्गुणो गुणवानपि । शक्यते न च निश्चेतुं मान्यः सर्वोऽप्यतो मुनिः ॥ ११२ ॥ | સગુણ હોય, એ નિર્ગુણ પણ થાય અને નિર્ગુણ હોય, એ ગુણવાન પણ થાય. એનો નિશ્ચય થઈ શકતો નથી. માટે સર્વ મુનિ માનનીય છે. || ૧૧૨ || गुणानुरागितैवं स्याद् दर्शनाभ्युन्नतिः परा । लोकेऽत्र पात्रता पुंसां परत्र कुशलं परम् ॥ ११३ ॥
આ રીતે ગુણાનુરાગીપણું થાય. સમ્યગ્દર્શનની કે જિનમતની અત્યંત ઉન્નતિ થાય છે. આ લોકમાં જીવો પાત્ર બને છે અને પરલોકમાં પરમ કલ્યાણ થાય છે. /૧૧૩ી