________________
सप्तमोऽवसरः
१७१ ઘર વગેરે માટે જે આરંભ કરાય, એ પાપયુક્ત છે, તેનું કારણ લોભ વગેરે છે, તે પાપની પરંપરાવાળો છે. તેનો ત્યાગ કરવો જોઈએ, અને જે પુણ્યને સાથે તેવો અન્ય આરંભ કરવા યોગ્ય છે. ૪૯ // धर्मारम्भरतस्य रज्यति जनः कीर्तिः परा जायते राजानोऽनुगुणा भवन्ति गुणिनो गच्छन्ति साहाय्यकम् । चेतः काञ्चननिर्वृतिं च लभते प्रायोऽर्थलाभोऽपरः पापारम्भपरादनर्थविरतिश्चेति प्रतीता भिदा ॥ ५० ॥
જે ધર્મ માટે આરંભ કરે છે, તેના પર લોકોને અનુરાગ થાય છે, તેની પરમ કીર્તિ થાય છે, રાજાઓ તેને અનુકૂળ થાય છે, ગુણીજનો તેના સહાયક બને છે. મન અપૂર્વ પ્રસન્નતા પામે છે, પ્રાયઃ કરીને અન્ય સંપત્તિની પ્રાપ્તિ થાય છે. પાપયુક્ત આરંભથી જે અનર્થ થાય છે, તે અટકે છે. આ રીતે ધર્મ માટે થતા આરંભનું વૈશિસ્ય સમજી શકાય છે. || ૫૦ || न मिथ्यात्वात् प्रमादादा कषायाद्वा प्रवर्तते । श्राद्धो द्रव्यस्तवे तेन तस्य बद्धो(न्धो)ऽस्ति नाशुभः ॥५१॥
શ્રાવક દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે, તેનું કારણ મિથ્યાત્વ, પ્રમાદ કે કષાય નથી, માટે તેને અશુભ કર્મબંધ થતો નથી. તે પ૧ ||