________________
सप्तमोऽवसरः
१७३ સંપૂર્ણ જગતમાં પ્રસિદ્ધિ અને ક્રમશઃ મોક્ષ... આ લાભો જિનપૂજાથી લોકોને મળે છે. તે ૫૪ / श्रीवर्द्धमानमुनिपुङ्गवपादपूजासम्पादनापरिणता वरसिन्दुवारैः । मृ(१६-२)त्वा गताऽमरगतौ किल दुर्गताऽलं स्त्रीत्यादिपूजनफलं समयप्रसिद्धम् ॥ ५५ ॥
ઉત્તમ સિંદુવારના ફૂલોથી શ્રીવર્ધમાન મુનીશ્વરના ચરણોની પૂજા કરવાનો ગરીબ સ્ત્રીને ભાવ થયો, તેનાથી તે મરીને દેવલોકમાં ગઈ.. વગેરે જિનપૂજાનું ફળ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તે ૫૫ // किच्चाऽऽगमो विधिनिषेधविधायकोऽत्र पारत्रिके खलु विधौ सुधियां प्रमाणम् । द्रव्यस्तवेऽस्ति स च नास्ति च युक्तिबाधा संसाधिकाधिकमतेः क्रमते च युक्तिः ॥ ५६ ॥
વળી અહીં પારલૌકિક વિધિની બાબતમાં પ્રવર્તનનિવર્તન કરનાર આગમ બુદ્ધિમાનોને પ્રમાણ છે, અને આગમ તો દ્રવ્ય સ્તવનું સમર્થન કરે છે. વળી એ વિષયમાં યુક્તિબાધ પણ નથી, અને અધિક મતિમાનને તો દ્રવ્યસ્તવને ઉચિત તરીકે સિદ્ધ કરતી યુક્તિ પણ જણાય છે. પ૬ |