________________
दानादिप्रकरणे
સર્વ ઇન્દ્રો વગેરે જિનેશ્વરોનો જન્માભિષેક વગેરેનો મહોત્સવ કરે છે. સમવસરણની વિવિધ પ્રકારની રચના કરે છે અને નંદીશ્વર દ્વીપ વગેરેમાં ઉત્કૃષ્ટ મહિમા કરે છે. ॥ ૩૬ II
१६६
अष्टापदादौ भरतादिभूपै
र्वेश्मानि बिम्बानि च कारितानि ।
दशार्णभद्रप्रमुखैर्नृमुख्यैः
पूजा जिनानां विहिता हिताश्च ।। ३७ ।।
ભરત વગેરે રાજાઓએ અષ્ટાપદ વગેરે પર જિનાલયો અને જિનપ્રતિમાઓ કરાવ્યા છે. અને દશાર્ણભદ્ર વગેરે રાજાઓએ હિતકારક જિનપૂજા કરી હતી. || ૩૭ ||
साधर्मिकेभ्यो भरतेन दत्तं
भोज्यादि भक्त्या विविधं विधाय ।
मोक्षाय निःशेषमभूदमीषाમેતષ્નિનોé યમામેવ ।। રૂટ ॥
ભરતે ભક્તિથી વિવિધ ભોજન બનાવીને સાધર્મિકોને આપ્યું હતું. ભગવાને પ્રરૂપેલું આ દાન તેમણે કર્યું, એ સર્વ તેમના મોક્ષનું કારણ બન્યું હતું. ॥૩૮॥