________________
१५८
दानादिप्रकरणे वचोऽप्यशेषमेतेषां प्रमाणीक्रियते बुधैः ।। विशिष्टा किं पुनश्चेष्टा दृष्टादृष्टाविरोधिनी ? ॥१४॥
વિદ્વાનો તેમના સર્વ વચનને પણ પ્રમાણ કરે છે, તો પછી પ્રત્યક્ષ અને યુક્તિથી સંગત એવી તેમની વિશિષ્ટ ચેષ્ટાની તો શું વાત કરવી ? || ૧૪ || यथा त[५१-१]पस्तथा शीलं तीर्थनाथैरनुष्ठितम् । तथा दानमपि श्रेष्ठमनुष्ठेयमनुष्ठितम् ॥ १५ ॥
જેમ તીર્થંકરોએ તપ તથા શીલનું આચરણ કર્યું હતું, એમ શ્રેષ્ઠ કર્તવ્યરૂપ દાનનું પણ આચરણ કર્યું હતું. // ૧૫ / निष्क्रान्तोऽपि त्रिभुवनविभुर्वर्धमानाभिधानो वस्त्रस्यार्द्धं सदयहृदयोऽतुल्यमूल्यं द्विजाय । यच्छन्नेवं कथयति सदा निर्गुणस्यापि दातुं युक्तं शक्त्या किमुत गुणिनां साधुसाधर्मिकाणाम् ॥१६॥
ત્રણ લોકના નાથ દયાળુ હૃદયવાળા શ્રી વદ્ધમાનસ્વામીએ દીક્ષા લીધા બાદ પણ અદ્વિતીય મૂલ્યવાળો વસ્ત્રનો અર્ધભાગ બ્રાહ્મણને આપ્યો. અને તેના દ્વારા એવો સંદેશ આપ્યો કે હંમેશા નિર્ગુણને પણ યથાશક્તિ દાન આપવું જોઈએ. તો પછી ગુણવાન એવા મુનિ અને સાધર્મિકોની તો શું વાત કરવી ? || ૧૬ /