________________
१५६
दानादिप्रकरणे | સર્વ જિનેશ્વરો દીક્ષા સમયે જેને જે જોઈએ તેનું દાન આપે છે. તેમની દાન આપવાની પ્રબળ ઈચ્છા હોય છે. તેઓ દાન દ્વારા ગરીબીને દૂર કરે છે. જેમ વાદળો ધરતી પર કોઈ ભેદભાવ વિના જળસિંચન કરે, તેમ તેઓ કોઈ ભેદભાવ વિના દાન આપે છે. || ૭ | दिशन्त्येते मोहान्न खलु निखिलेभ्यः स्वविभवं [भवन्तो विज्ञानैस्त्रिभिरपतितैस्तीर्थपतयः । भवे पूर्वेऽभ्यस्तैरनुगतधियो नाऽप्यकुशलं प्रवृत्तेः कर्मास्याः किमपि कथितं कारणमिह ॥ ८ ॥ | તીર્થકરો અપતિત ત્રણ જ્ઞાનોથી યુક્ત હોય છે, તેઓ મોહથી બધાને પોતાનો વૈભવ આપતા નથી. પૂર્વ ભવમાં તે જ્ઞાનોના અભ્યાસથી તીર્થકરોની બુદ્ધિ પરિણત થઈ હોય છે. દાન આપવામાં કોઈ અશુભ કર્મ કારણ છે, એવું પણ અહીં નથી કહ્યું. || ૮ || किन्तु दानान्तरायस्य कर्मणोऽपचये सति । क्षायोपशमिके भावे दानुमुक्तं जिनागमे ॥ ९ ॥
પણ જ્યારે દાનાંતરાય કર્મની હાનિ થાય, ત્યારે ક્ષાયોપથમિક ભાવમાં દાન અપાય છે, એવું જિનાગમમાં કહ્યું છે. || ૯ ||