________________
१४४
दानादिप्रकरणे વાપરીને પણ જેઓ લોભથી લાખ દ્રવ્ય આપી દે છે, તેવા શ્રીમંતો પરલોકમાં નિશ્ચિતપણે અનેકગણો લાભ થતો હોવા છતાં પણ દાન આપતા નથી. ખરેખર...લોકસમૂહને મોહિત કરતો મોહમલ્લ જય પામે છે. || ૯૦ || भोगारम्भपरिग्रह[५६-१]ग्रहवतां शीलं तपो भावनाः दुःसाधा गृहमेधिनां धनवतां दानं सुदानं पुनः । यस्तत्रापि निरुद्यमो द्रमकधी रौद्रं समुद्रोपमं संसारं स कुतस्तरिष्यति बतोपायादपायाकुलम् ॥९१॥
ભોગ, આરંભ, પરિગ્રહનો આગ્રહ રાખનારા શ્રીમંત ગૃહસ્થો માટે શીલ, તપ અને ભાવનાની સાધના કઠિન છે. પણ “દાન આપવું” એ તો તેમના માટે સહેલુ છે. પણ જેની બુદ્ધિ રંક જેવી છે, તેથી જે દાન આપવા માટે ઉદ્યમ કરતો નથી, તે આપત્તિઓથી ભરેલા ભયંકર સંસારસાગરને ક્યાં ઉપાયથી તરશે ? || ૯૧ | प्रकृतिचपलं पुंसां चित्तं प्रगच्छदितस्तत: कथमपि यदा पुण्यैर्जातं विहायितसम्मुखम् । भवति न तदा कालक्षेपः क्षमो विदुषामहो पुनरपि भवेत् तादृग् नो वा चलं सकलं यतः ॥९२॥