________________
૧૪૮
दानादिप्रकरणे अङ्गीकुर्वाणाः कुशलमतुलं कुर्वते कारयन्ते तत् स्यान्निःशेषं शुभपरिणतेस्तीर्थनिर्वाहकस्य ॥१००॥ | તીર્થમાં કેટલાક ભવ્ય જીવો ભવસાગરથી પાર ઉતરવા માટે તરંડક સમાન એવા જે સમ્યક્ત્વને ધારણ કરે છે. કેટલાક દેશવિરતિને તથા અન્ય જીવો સર્વવિરતિનો સ્વીકાર કરે છે, અદ્વિતીય પુણ્ય કરે છે અને કરાવે છે. તેનું બધું ફળ પ્રશસ્ત ભાવવાળા તીર્થનિર્વાહક(સુપાત્રદાન કરનાર)ને મળે છે. // ૧૦૦ની इह हि गृहिणां निर्वाणाझं विहाय विहायितं जिनपरिवृद्धैः प्रौढं बाढं परं परिकीर्तितम् । न खलु पदतो मुख्येऽमु[५७-२]ष्मिन्नतीव कृतादरैः कृतिभिरनिशं भव्या भाव्यं भवाब्धितितीर्षया ॥१०॥
ગૃહસ્થોને દાન કરતાં મોટું મોક્ષનું પ્રૌઢ અને પુષ્ટ કારણ બીજું કોઈ નથી, એમ જિનેશ્વરોએ કહ્યું છે. આ રીતે દાનનું મુખ્ય સ્થાન છે. માટે હે ભવ્યો ! જેમને ભવસાગર તરવાની ઇચ્છા હોય, તેવા સજ્જનોએ દાનના વિષયમાં અત્યંત ઉદ્યમવાળા થવું જોઈએ. // ૧૦૧ / ग्लानादीनां पुनरवसरे सीदतां क्वापि बाढं यन्नादेयं स्वयमुरुतरं दापनीयाः परेऽपि(?) ।