________________
षष्ठोऽवसरः
१३९ महात्मानो मान्या नरसुमनसां शान्तचित्ता निशान्तं नितान्तं कल्याणा निधय
રૂવ તે પુણમાનાં [૪] મનજો ૮૦ છે.
જેઓ વિવિધ પ્રકારના પ્રશસ્ત ઉગ્ર તપોથી સજ્જનોના મનને આશ્ચર્યચકિત કરી દે છે. જેઓ પ્રિય અને દુર્લભ છે. જેઓ મનુષ્યો અને દેવોને માનનીય છે. જેઓ અત્યંત કલ્યાણ સ્વરૂપ અને નિધાન જેવા છે. તેવા મહાત્માઓ પુણ્યશાળીના ઘરે પધારે છે. || ૮૦ // एवंविधानि पात्राणि पवित्रितजगन्त्यहो । कियन्ति सन्ति लोकेऽत्र कियन्तः कल्पपादपाः ॥१॥
જગતને પવિત્ર કરનારા આવા પાત્રો આ લોકમાં કેટલા છે ? કલ્પવૃક્ષ કેટલા હોય ? | ૮૧ || विशति कामदुधा सुरभी शुभा सदसि रोहति कल्पमहीरुहः । भवति नात्र परत्र शुभावहो बहुभवस्य सुपात्रसमागमः ॥ ८२ ॥
ઘરમાં પ્રશસ્ત કામધેનું ગાય પ્રવેશે છે. આંગણે કલ્પવૃક્ષ ઉગે છે. ખરેખર, સુપાત્રની પધરામણી આ લોકમાં જ નહીં, પરલોકમાં પણ ઘણા ભવો સુધી કલ્યાણકારક થાય છે. || ૮૨ /