________________
१३७
षष्ठोऽवसरः इष्टं देष्टि गुणाधिकं न गणयेन्मान्यं न वा मन्यते वन्द्यं निन्दति नाभिनन्दति
ગનો ચેષાં રે [૩] નન્દનમ્ | स्वाधीनानि धनानि तानि सुधियः सन्त्यज्य ये तस्थिरे मुक्तयर्थं मुनिपुङ्गवाः सुकृतिनां गच्छन्ति ते मन्दिरे ॥७६॥
ધનને ખાતર લોકો પ્રિય વ્યક્તિ પર પણ દ્વેષ કરે છે. અધિક ગુણવાળાને સન્માન આપતા નથી. માનનીયનું બહુમાન કરતા નથી. વંદનીયની નિંદા કરે છે, દીકરાને પણ ગણકારતા નથી. આવું ધન સ્વાધીન હોવા છતાં પણ જે સદ્બુદ્ધિમાનોએ ત્યાગ કર્યો, અને મોક્ષ માટે મહાભિનિષ્ક્રમણ કર્યું, તે મુનિપુંગવો પુણ્યશાળીઓના ઘરમાં જાય છે. || ૭૬ | निमग्नलोकं गुरुलोभसागरं तरन्ति सन्तोषतरण्डकेन ये । न पादपद्मरिह सद्म नि:स्पृहाः स्पृशन्ति ते पातकिनां तपोधनाः ॥ ७७ ॥
જેમાં આખું વિશ્વ ડુબેલું છે, એવા લોભમહાસાગરને જેઓ સંતોષ-તરાપાથી તરી જાય છે, તે નિઃસ્પૃહ મુનિવરો પાપીઓના ઘરનો સ્પર્શ કરતા નથી. / ૭૭ ||